ચોટીલામાં વ્યાજખોરનાં ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં દમ તોડયો

07 August 2020 11:53 AM
Rajkot
  • ચોટીલામાં વ્યાજખોરનાં ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં દમ તોડયો

જુગાર રમવા માટે યુવાને રૂા.80 હજાર વ્યાજે લીધા’તા : રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીનાં સ્ટાફે ત્રણ-ત્રણ વાર જાણ કરતા ચોટીલા પોલીસ કાગળો કરવા ફરકી નહી!

રાજકોટ તા.7
ચોટીલાના દુધેલીયા માર્ગે આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા દેવીપુજક યુવાને વ્યાજખોરનાં ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે રાજકોટની સિવિલમાં ખસેડવામાં આવતા તેનું મોત નીપજયુ હતુ. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ અંગે ચોટીલા પોલીસને ત્રણ-ત્રણ વાર જાણ કરવામાં આવી છતાં ચોટીલા પોલીસે માનવતા નેવે મુકી દીધ હતી. અને રાજકોટ સિવિલ હોસ્પિટલે ફરકી નહોતી તેમજ મૃતકનાં પરિવારજનો હેરાન-પરેશાન થયા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલાનાં દુધેલીયા માર્ગ ઝુંપડપટ્ટીમાં રહેતા ડાયાભાઇ ધનજીભાઇ સાથલીયા (દે.પૂ) (ઉ.વ.40) નામના યુવાને ગઇકાલે સાંજના સમયે પોતાના ઘરે ઝેરી દવા પી જતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. તેનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતું જેથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. ડાયાભાઇને સંતાનમાં બે દીકરા એક દીકરી છે. પોતે ચાર ભાઇમાં બીજા નંબરનાં છે. ડાયાભાઇ ફોટા-છબી વહેંચી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળી રહયુ છે. ડાયાભાઇને જુગાર રમવાની ટેવ હતી.

વ્યાજખોરો પાસેથી એક-દોઢ માસ પૂર્વે વ્યાજે રૂ.80 હજાર લીધા હતા. તે પૈસાની થાનમાં ચાલી રહેલા જુગાર કલબમાં રમવા જતો હતો. અને ત્યાં જ તમામ પૈસા હારી ગ્યો હતો. ડાયાભાઇ જુગારમાં તમામ પૈસા હારી જતાં વ્યાજખોરો પૈસાની ઉઘરાણી કરતા હતાં અને ધંધો પણ બરાબર ચાલતો નહોતો જેથી કંટાળીને ડાયાભાઇએ ઝેરી દવા ગટટાવી જીવ દીધો હતો.

આ મામલે હોસ્પિટલ ચોકીનાં હેડકોન્સ્ટેબલ દેવરાજભાઇએ ગઇકાલે આ એન્ટ્રી ચોકીનાં ચોપડામાં રાત્રીના 8:55 નાં નોંધી ચોટીલા પોલીસને જાણ કરવામાં આવી હતી. કલાક-કલાકનાં અંતરે ત્રણ વાર પોલીસને જાણ કરવામાં આવી છતાં 10 કલાકે ચોટીલા પોલીસ ફરકી નહોતી અને મૃતકનાં વાલીવારસ હેરાન-પરેશાન થઇ ગ્યા હતા.


Related News

Loading...
Advertisement