28 ઓગષ્ટે રિલીઝ થશે સડક 2

07 August 2020 10:59 AM
Entertainment
  • 28 ઓગષ્ટે રિલીઝ થશે સડક 2

મુંબઇ:
સડક 2 28 ઓગષ્ટે ડિઝની+હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પૂજા ભટ્ટ, સંજય દત, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, જિશુ સેનગુપ્તા, મકરંદ દેશપાંડે, ગુલશન ગ્રોવર, પ્રિયંકા બોઝ, મોહન કપૂર અને અક્ષય આનંદ જોવા મળવાનાં છે.

આ ફિલ્મ 1991માં આવેલી સડકની સીકવલ છે.સ કોરોનાને કારણે લાગુ થયેલા લોકડાઉનથી તમામ થિયેટર્સ બંધ છે. આ જ કારણ છે કે મોટા ભાગની ફિલ્મો ઓનલાઇન રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવી રહયો છે.

સડક-2 દ્વારા મહેશ ભટ્ટ બે દાયકા બાદ ડિરેકશનમાં કમબેક કરી રહયા છે. સડક-2નું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને આલિયાએ કેપ્શન આપી હતી કેે અને આ રીતે અમે નીકળી પડયા છીએ. સડક-2 આ રસ્તો જેને પ્રેમ કરીએ છીએ. ડિઝની+હોટસ્ટાર વીઆઇપી પર 28 ઓગસ્ટે રિલીઝ થવાની છે.


Related News

Loading...
Advertisement