સિને ઉદ્યોગમાં નાના કર્મચારીઓની વહારે રોહિત શેટ્ટી : નાણાં આપશે

07 August 2020 10:56 AM
Entertainment
  • સિને ઉદ્યોગમાં નાના કર્મચારીઓની વહારે રોહિત શેટ્ટી : નાણાં આપશે

મુંબઇ
ફિલ્મમેકર રોહિત શેટ્ટી લોકડાઉનમાં બેરોજગાર બનેલા સિને-કર્મચારીઓના બેન્ક-અકાઉટમાં પૈસા જમા કરાવવાનો છે. તે હાલમાં ખતરોં કે ખિલાડી : મેડ ઇન ઇન્ડિયાને હોસ્ટ કરી રહયો છે. તે જુનિયર આર્ટિસ્ટ, બેકગ્રાઉન્ડ ડાન્સર્સ, સ્ટન્ટમેન, લાઇટમેન અને અન્ય લોકોનાં બેન્ક-અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને મદદ કરવાનો છે.

ખતરોં કે ખિલાડી : મેડ ઇન ઇન્ડિયાનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. આ વખતે ફોરેનમાં નહીં પણ મુંબઇમાં જ એનું શુટિંગ થઇ રહયું છે. આ શોમાં કરણ વાહી, રિત્વિક ધનંજાની, હર્ષ લીંબાચિયા, રશ્મિ દેસાઇ, નિયા શર્મા, જાસ્મિન ભસીન, અલી ગોની અને જય ભાનુશાળી જોવા મળશે. રોહિત શેટ્ટીએ આ અગાઉ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમમ્પ્લોઇઝ અને ફોટોગ્રાફર્સને પણ મદદ કરી હતી.


Related News

Loading...
Advertisement