કોરોનાની ગુડ સાઈડ ઇફેક્ટ : ખાદ્ય ચીજો સસ્તી થશે

07 August 2020 10:25 AM
Ahmedabad Gujarat
  • કોરોનાની ગુડ સાઈડ ઇફેક્ટ : ખાદ્ય ચીજો સસ્તી થશે

‘ફાઓ’ના સંશોધનમાં મહત્વનો ખુલાસો: વિશ્વમાં ખાદ્ય વસ્તુઓ-અનાજની માંગના પ્રમાણમાં પુરવઠો વધવાની સંભાવના : લોકોની ખાવાની પેટર્ન પણ બદલાય

અમદાવાદ,તા. 7
વિશ્વમાં કોરોના વાયરસની મહામારીની મોટી અસર વિશ્વ બજારને આગામી એક દાયકા સુધી જોવા મળે તેવી સંભાવના છે. યુનાઈટેડ નેશન્સની ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઈઝેશન ફોર ઇકોનોમીક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટનાં સંયુક્ત રિસર્ચ પ્રમાણે વિશ્વમાં કોરોના વાયરસની સ્થિતિને કારણે ફૂડ સપ્લાયની ચેઇનમાં અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી શકે છે.

આ સાથે વિશ્વમાં ખેતી સાથે સંકળાયેલા ઇન્પુટ ઉદ્યોગો, ખેતપેદાશો અને ફૂડ પ્રોસેસીંગ અને ટ્રાન્સપોર્ટ સહિતની તમામ વેલ્યુ ચેઇનમાં અસર પહોંચી શકે છે. બીજી તરફ અનાજની માંગ ઉપર પણ અસર પહોંચી શકે છે.

બીજી તરફ વિશ્વમાં આગામી 10 વર્ષ સુધી અનાજની માંગ કરતાં તેના પુરવઠાનો ગ્રોથ વધુ રહેશે જેને પગલે ખેતપેદાશો સરપ્લસ રહેવાને કારણે અનેક ચીજોનાં ભાવ હાલના લેવલ કરતા સરેરાશ નીચે આવે તેવી ધારણા છે.

વિશ્વમાં કોરોના વાયરસની સ્થિતિને કારણે લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખોરાકમાં પણ બદલાવ લાવી રહ્યાં છે જેને પગલે અનાજની માંગ ઉપર અસર પહોંચશે અને બીજી ચીજોની માંગ વધી શકે છે. આ ફેરફાર માત્ર ગરીબ લોકો જ નહીં, પરંતુ તમામ વર્ગને જોવા મળી શકે છે. કોઇ પણ આવક મર્યાદાનાં ગ્રુપને ધ્યાનમાં રાખ્યા સિવાય તમામમાં ખાદ્યચીજોના વપરાશની પેટર્ન બદલાશે.

આ સર્વેમાં એક તારણ એવું પણ નીકળ્યું છે કે મધ્ય આવક ધરાવતા દેશના ગ્રાહકો પોતાની ખાવાની પેટર્નમાં બદલાવ લાવશે અને ઉચ્ચ વેલ્યુ ધરાવતા અનાજો ઉપર પણ વળી શકે છે. જ્યારે ઉચ્ચ આવક ધરાવતા લોકો વધુ પ્રોટીન ધરાવતા ખોરાક ઉપર પણ વળે, જેનાથી અનાજનાં વપરાશને અસર પડી શકે છે.

બંને સંસ્થાના સંયુક્ત સર્વે પ્રમામે આગામી 10 વર્ષ દરમિયાન કેટલાક પાકોનાં ઉતારામાં વધારો જોવા મળી શકે છે. જેને પગલે પણ સરેરાશ ઉત્પાદન વધશે અને સામે વપરાશમાં એટલો વધારો નહીં જોવા મળે, જેને પગલે ભાવ ઉપર અસર પડી શકે છે. આ રેશિયો 10 ટકા અને પાંચ ટકાને રહો તેવી ધારણા છે.

કોરોના વાયરસની કટોકટી પૂરી થયા પછી વિશ્વનાં અનેક દેશોને હાલ તીડનાં ઉપદ્રવનો પણ ભય રહેલો છે અને તેની અસર પણ ખેતીમાં મોટા પાયે થાય તેવી ધારણા છે. ખાસ કરીને ઇસ્ટ આફ્રિકા અને એશિયન દેશમાં તેની વધારે અસર જોવા મળી શકે છે. જ્યારે આફ્રિકન દેશમાં સ્વાઈન ફલુનું પણ જોખમ રહેલું છે.

વિશ્વમાં કોરોના વાયરસની અસર છેલ્લા 10 મહિનાથી શરુ થઇ છે અને હજી આગામી છ મહિના સુધી તેની અસર ઓછી થાય તેવા કોઇ સંજોગો નથી. એક વાર રસી આવી ગયાં બાદ તે કેટલી માત્રામાં મળે છે અને કેટલી સફળ રહે છે તેના ઉપર સમગ્ર સ્થિતિનો આધાર રહેલો છે.


Related News

Loading...
Advertisement