રાજકોટઃ ઉપરવાસમાં ભારે વરસાદથી આજી નદી બે કાંઠે, રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ, મેયર દોડી આવ્યા

07 August 2020 02:10 AM
Rajkot
  • રાજકોટઃ ઉપરવાસમાં ભારે વરસાદથી આજી નદી બે કાંઠે, રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ, મેયર દોડી આવ્યા

શહેરમાં આજ સાંજથી રાત્રીના 12 વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો : નદીના તટ પર ન જવા આદેશ

રાજકોટ:
રાજકોટમાં આજ સાંજથી અવિરત મેઘ મહેર વરસી રહી છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે શહેર મધ્યેથી પસાર થતી આજી નદીમાંમાં પૂર આવ્યું છે. નદી બે કાંઠે વહી રહી છે. રાજકોટનું તીર્થ સ્વયંભૂ રામનાથ મહાદેવ પરથી પાણી વહી રહ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ ખડેપગે છે. મેયર દોડી આવ્યા. કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને નદી વિસ્તારમાં ન જવા આદેશ અપાયો છે. જરૂર પડ્યે સ્થળાંતરની કામગીરી પણ કરાશે. પણ ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ હાલ કોઈ જરૂર જણાતી નથી.

શહેરમાં આજ સાંજથી રાત્રીના 12 વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો

ફાયર બ્રિગેડ દ્વારા રાત્રીના 12 વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદ

સેન્ટ્રલ ઝોન - 40 મીમી
વેસ્ટ ઝોન - 39 મીમી
ઇસ્ટ ઝોન - 38 મીમી

Related News

Loading...
Advertisement