દ્વારકા : ઇતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવમાં જગત મંદિરના દરવાજા ભાવિકો માટે બંધ રહેશે

07 August 2020 02:06 AM
Jamnagar Gujarat Saurashtra
  • દ્વારકા : ઇતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવમાં જગત મંદિરના દરવાજા ભાવિકો માટે બંધ રહેશે

કોરોના કાળને કારણે આગામી તા. ૧૦ થી ૧૩ ઓગષ્ટ સુધી યાત્રિકોને દર્શન માટે પ્રવેશબંધી, દેવભૂમિ દ્વારકાના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું

રાજકોટઃ
ઇતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવમાં જગત મંદિરના દરવાજા ભાવિકો માટે બંધ રહેશે. કોરોના કાળને કારણે યાત્રિકોને દર્શન માટે પ્રવેશબંધી લાદવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના કલેક્ટર દ્વારા આ અંગે ખાસ જાહેરનામું બહાર પડવામાં આવ્યું છે.

દેશ અને દુનિયામાં ચાલી રહેલી કોરોનાની મહામારીને કારણે ઘણા મંદિર તથા ધાર્મિકસ્થાનો બંધ રાખવામાં આવ્યા છે, ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત દ્વારકાનું જગત મંદિર જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ચાર દિવસ બંધ રહેશે. આગામી તા.૧૦-૮-૨૦૨૦ થી તા.૧૩-૮-૨૦૨૦ સુધી યાત્રિકોને દર્શન માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. અને ચાર દિવસ જગત મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે, જગત મંદિર 2200 થી વધુ વર્ષ પુરાણું છે. આમ આ ઘટના ઈતિહાસમાં પ્રથમ ઘટના બનશે કે કૃષ્ણ જન્મોત્સવના દિવસે જ મંદિર બંધ રહેશે.


Related News

Loading...
Advertisement