સુશાંત કેસ : CBIએ રિયા ચક્રવર્તી સહિત 6 સામે ફરિયાદ દાખલ કરી : ગુજરાત કેડરના બે IPS અધિકારી તપાસ કરશે

07 August 2020 02:02 AM
Entertainment India Politics
  • સુશાંત કેસ : CBIએ રિયા ચક્રવર્તી સહિત 6 સામે ફરિયાદ દાખલ કરી : ગુજરાત કેડરના બે IPS અધિકારી તપાસ કરશે
  • સુશાંત કેસ : CBIએ રિયા ચક્રવર્તી સહિત 6 સામે ફરિયાદ દાખલ કરી : ગુજરાત કેડરના બે IPS અધિકારી તપાસ કરશે
  • સુશાંત કેસ : CBIએ રિયા ચક્રવર્તી સહિત 6 સામે ફરિયાદ દાખલ કરી : ગુજરાત કેડરના બે IPS અધિકારી તપાસ કરશે

ફરિયાદમાં રિયા ચક્રવર્તી અને તેમના પરિવારજનો સહિત 6 લોકોને આરોપી દર્શાવ્યા

દિલ્હી:
સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈએ રિયા ચક્રવર્તી, ઇન્દ્રજિત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદી અને અન્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં કેન્દ્ર સરકારે સીબીઆઇ તપાસ માટે આજે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સીબીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે, તપાસ એજન્સી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે બિહાર પોલીસ સાથે સતત સંપર્કમાં છે.
સ્પેશિયલ ઇન્વિસ્ટિગેશન ટીમમાં ગુજરાત કેડરના બે IPS અધિકારી મનોજ શશીધર અને ગગનદીપ ગંભીરનો સમાવેશ કરાયો છે જે સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરશે

તપાસ અધિકારી બિહાર પાછા ફર્યા
તપાસ માટે મુંબઇ ગયેલા બિહાર પોલીસના ચાર અધિકારીઓ પરત પાછા ફર્યા છે. જોકે આઈપીએસ અધિકારી વિનય તિવારી હજુ મુંબઇમાં ક્વોરન્ટાઈન છે. પરત આવેલા અધિકારીઓએ આઈજીપી ઓફિસને રિપોર્ટ કર્યો છે. એવું માનવામાં આવે છે કે, સીબીઆઈની ટીમ બિહાર પોલીસ પાસેથી આ કેસ સંબંધિત વિગતો લઈ શકે છે. બીજી તરફ, દિશા સલિયન કેસ અને સુશાંતના કેસના તાર જોડાયેલા હોવા અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement