કોરોના ના વધતા સંક્રમણના કારણે આજે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ રાજકોટ આવશે

07 August 2020 01:59 AM
Rajkot
  • કોરોના ના વધતા સંક્રમણના કારણે આજે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ રાજકોટ આવશે

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડના લીધે તેમણે ગઈકાલનો રાજકોટ પ્રવાસ રદ કર્યો હતો

રાજકોટ:
રાજકોટમાં કોરોનાએ પંજો ફેલાવ્યો છે. અમદાવાદમાં જે રીતે નવા કેસોની સંખ્યા ઘટી રહી છે. તે જ રીતે રાજકોટમાં કોરોના પોઝીટીવ દર્દી વધી રહ્યા છે. જેને લઈ સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અને સ્થિતિની સમીક્ષા કરી ટેસ્ટ વધારવા સૂચના આપી હતી. હાલમાં શહેરમાં કોરોનાની ગતિ તેજ બની છે જેને પગલે આજે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ રાજકોટ આવશે અને અધિકારો સાથે બેઠક કરશે. સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે.

તેઓ ગઇકાલે રાજકોટ આવવાના હતા પરંતુ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડના લીધે તેમણે આજનો રાજકોટ પ્રવાસ રદ કર્યો હતો. આજે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સવારે ૧૧-૦૦ કલાકે પી. ડી. યુ મેડીકલ કોલેજ લેકચર હોલ નં. ૧, ગ્રાઉન્ડ ફ્લોર, ખાતે પત્રકાર મિત્રોને સંબોધન કરશે. તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement