જમ્મુ કાશ્મીરના પૂર્વ ઉપરાજ્યપાલ જીસી મુર્મૂની દેશના ૧૪માં CAG તરીકે નિમણૂક

07 August 2020 01:56 AM
India
  • જમ્મુ કાશ્મીરના પૂર્વ ઉપરાજ્યપાલ જીસી મુર્મૂની દેશના ૧૪માં CAG તરીકે નિમણૂક

ગઈકાલે જ મુર્મૂએ ઉપરાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું હતું જે રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું હતું : હવે તેઓ કોમ્પટ્રોલર અને ઓડીટર જનરલ તરીકે નાણા મંત્રાલયે કરી નિમણુક

દિલ્હી:
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે રાજીનામું આપ્યા બાદ આજે ગુજરાત કેડરના ભૂતપૂર્વ IAS ઓફિસર ગિરીશ ચંદ્ર મુર્મૂની દેશના ૧૪માં કોમ્પટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (CAG) તરીકે નિમણુક કરવામાં આવી છે.

આજે કેન્દ્રીય નાણા મંત્રાલયએ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. મુર્મૂ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના પ્રથમ ઉપ-રાજ્યપાલ હતા. ગઈકાલે બુધવારે ઉપ-રાજ્યપાલ પદેથી રાજીનામુ આપ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુર્મૂનું રાજીનામુ મંજૂર કરી લીધું હતું. રાજીનામું આપ્યું ત્યારથી જ ચર્ચા હતી કે તેમને કેગનું પદ અપાશે. હવે શનિવારે તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે કેગ (CAG) તરીકે શપથ લેશે


Related News

Loading...
Advertisement