ગુજરાતના જાણીતા ભજનિક યોગેશપુરી ગોસ્વામીનું નિધન

07 August 2020 01:52 AM
Saurashtra
  • ગુજરાતના જાણીતા ભજનિક યોગેશપુરી ગોસ્વામીનું નિધન

રાજકોટઃ
જાણીતા ભજનિક યોગેશપુરી ગૌસ્વામીનું આજે લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થયું છે. જેને પગલે કલાકાર જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યોગેશપુરીએ ભોળાનાથના અનેક ભજનોને પોતાના કંઠથી સજાવી ખ્યાતી મેળવી હતી. તેમને અનેક નામી કલાકારો, લોકગાયકો, સાહિત્યકારો સાથે સ્ટેજ શેર કર્યું છે. લોકડાયરા, સંતવાણી તેમજ અનેક ભજન આલ્બમમાં પોતાનો સ્વર આપ્યો છે.

યોગેશપુરીના નિધનથી ગુજરાતના પ્રખ્યાત કલાકારો કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, ઓસમાણ મીર, પૂનમબેન ગોંડલીયા, જીજ્ઞેશ કવિરાજ, અલ્પા પટેલ સહિતના કલાકારો સોશ્યલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement