ગુજરાતમાં આજે કોરોનાના 1034 કેસ નોંધાયા, 917 દર્દી સાજા થયા : 27 ના મોત

06 August 2020 07:54 PM
Ahmedabad Gujarat Rajkot
  • ગુજરાતમાં આજે કોરોનાના 1034 કેસ નોંધાયા, 917 દર્દી સાજા થયા : 27 ના મોત

અમદાવાદ સુરતમાં હળવો પડતો કોરોના : વડોદરા, રાજકોટમાં વધતા કેસોથી ચિંતા

ગાંધીનગર:
ગુજરાતમાં આજે કોરોના નવા કેસની સંખ્યા 1034 નોંધાઈ છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 67811 થયો છે. છેલ્લા 24 કલાકમાં 27 લોકોનાં મૃત્યુ થયા છે. આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 917 છે. અત્યાર સુધીમાં કુલ 50322 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં 14905 કેસ એક્ટિવ છે જેમાંથી 82 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે જ્યારે 14823 દર્દીઓ સ્ટેબલ છે : રાજ્યનો કુલ મૃત્યુઆંક 2584 થયો છે.

આજે રાજ્યમાં કુલ 24,549 ટેસ્ટ કરવામાં આવ્યા જે કુલ 377.8 ટેસ્ટ પ્રતિ દિન પ્રતિ મીલીયન વસ્તી થાય છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,85,059 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન ક૨વામાં આવ્યા છે જે પૈકી 4,83,653 વ્યક્તિઓ હોમ ક્વૉરેન્ટાઈન છે અને 1,406 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

જિલ્લામાં નોંધાયેલા કેસોની યાદી

સુરત 238,
અમદાવાદ 151,
વડોદરા 118,
રાજકોટ 90,
ભાવનગર 44,
મહેસાણા 34,
કચ્છ 27,
જામનગર 28,
જૂનાગઢ 21,
ખેડા 21,
અમરેલી 20,
પંચમહાલ 20,
ભરૂચ 19,
ગાંધીનગર 32,
સુરેન્દ્રનગર 18,
વલસાડ 16,
ગીર સોમનાથ 15,
મોરબી 14,
સાબરકાંઠા 14,
બોટાદ 12,
દાહોદ 11,
મહિસાગર 11,
નવસારી 9,
પાટણ 7,
આણંદ 6,
નર્મદા 6,
બનાસકાંઠા 2,
તાપી 2,
અરવલ્લી 1,
છોટા ઉદેપુર 1,
ડાંગ 1,
દેવભૂમિ દ્વારકા 1,
પોરબંદર 1


Related News

Loading...
Advertisement