24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના પોઝીટીવના 330 કેસ નોંધાયા

06 August 2020 05:11 PM
kutch Rajkot Saurashtra
  • 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના પોઝીટીવના 330 કેસ નોંધાયા

જામનગરમાં એક જ દિવસમાં રેકર્ડ બ્રેક 62 કેસ : રાજકોટ 80, ભાવનગર 47, સુરેન્દ્રનગર 32, અમરેલી 30, જૂનાગઢ 25, મોરબી 28, ગીર સોમનાથ 9, દ્વારકા 1 પોઝીટીવ કેસ : સંક્રમણમાં વધારો

રાજકોટ તા.6
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના પોઝીટીવ આંકમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. શહેરી અને ગ્રામ્ય/તાલુકા વિસ્તારમાં પોઝીટીવ કેસનું સંક્રમણ વધી રહ્યું છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓનો વધારો થઇ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ગઇકાલે વધુ નવા 80 પોઝીટીવ કેસ નોંધાયા હતા. સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે.

રાજકોટ
રાજકોટ જિલ્લામાં ગઇકાલે વધુ 80 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં રાજકોટ શહેર વિસ્તારના 60 અને તાલુકા/ગ્રામ્ય વિસ્તારના 20 નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાઇરસના કહેરમાં વધુ નવા 22 પોઝીટીવ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના તમામ શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવ આંક 962 પર પહોંચ્યો છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં કોરોના પોઝીટીવના વધુ 8 પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં વેરાવળ-1, સુત્રાપાડા-1, કોડીનાર-3, ઉના-2, તાલાલા-2 મળી 8 પોઝીટીવ કેસ નોંધાયા છે.

દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે એક કેસ નોંધાયો હતો. કલ્યાણપુરના ગુંદા ગામની 24 વર્ષીય યુવતીનાં રિપોર્ટ પોઝીટીવ આવતા તેને સારવારમાં ખંભાળીયા સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયેલ છે. હાલ દ્વારકા જિલ્લામાં 29 દર્દીઓ સારવાર હેઠળ છે.

ભાવનગર
ભાવનગર જિલ્લામા છેલ્લા 24 કલાક દરમિયાન 47 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 1,668 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 17 પુરૂષ અને 9 સ્ત્રી મળી કુલ 26 કેસો નોંધાયા છે. આમ જિલ્લામા નોંધાયેલા 1,668 કેસ પૈકી હાલ 438 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 1,193 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા
આવ્યા છે તેમજ જિલ્લામા 30 દર્દીઓનુ અવસાન થયેલ છે.

અમરેલી
અમરેલી જિલ્લામાં ગઇકાલે કોરોના વાઇરસના વધુ 30 પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ પોઝીટીવ કેસ 543 પર પહોંચ્યો છે. હાલ 184 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 16 દર્દીના મોત થયા છે.

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસમાં 24 કલાકમાં વધુ 25 પોઝીટીવ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરમાં 20, માંગરોળમાં 3, માળીયા-માણાવદર 1-1 મળી નવા 25 પોઝીટીવ કેસ સાથે બે દર્દીના મોત થયા છે. જિલ્લામાં કુલ પોઝીટીવ કેસ 2014 નોંધાયા છે.

જામનગર
જામનગરમાં કોરોના વાયરસ બેકાબુ બન્યો છે. પરિણામે દરરોજ વધુ ને વધુ કેસો નોંધાઇ રહ્યા છે .દરમિયાન છેલ્લા 24 કલાકમાં બે વ્યક્તિઓના મૃત્યુ નીપજયા છે, જ્યારે એકજ દિવસ મા રેકર્ડ બ્રેક 62 લોકો કોરોના સંક્રમિત બન્યા છે.જેમની સઘન સારવાર શરૂ કરવા માં આવી છે.

મોરબી
મોરબીમાં ગઈકાલે કોરોનાના નવા 28 પોઝિટિવ કેસ નોંધાયા છે જેથી કરીને જીલ્લામાં કુલ કેસની સંખ્યા 418 થાય છે અને ગઈકાલના દિવસમાં વધુ એક કોરોના પોઝીટીવ દર્દીનું મોત થયું હોવાથી કુલ મોત 32 થયા છે.

નવા કેસ સાથે મોરબી જિલ્લામાં આજદિન સુધી કુલ કોરોનાના 418 કેસ થયા છે જેમાંથી 243 લોકોએ કોરોના ને માત આપી છે અને હાલમાં 143 એક્ટિવ કેસ છે. 66 વર્ષના વૃદ્ધનું મોત થવાથી જિલ્લામાં આજ દિન સુધી કુલ 32ના મોત નોંધાયા છે.

કચ્છ
મહામારી કોરોના વાઇરસના સંક્રમિત કેસના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગઈકાલે 26 પોઝીટીવ કેસ નોંધાયા હતા તો આજે અત્યારસુધીના સર્વાધિક 31 પોઝીટીવ કેસ નોંધાયાં છે સાથે આજે વધુ બે દર્દીના મોત નીપજ્યાં છે.

અબડાસા બાદ,હોટસ્પોટ બની રહેલા અંજારમાં 15 અને 09 કેસ ગાંધીધામમાં નોંધાયા છે. વધુ 31 નવા કેસ સાથે કચ્છમાં કોરોનાના કુલ કેસનો આંકડો 637 પર પહોંચ્યો છે. જે પૈકી 187 એક્ટિવ પોઝીટીવ કેસ છે. 418 સાજા થઈ ચૂક્યાં છે. જ્યારે, મરણાંક 31 પર પહોંચ્યો છે.


Related News

Loading...
Advertisement