કોરોના સંક્રમણના પગલે રાજ્યભરમાંથી વધુ સાત દિવસ માટે સુરત રૂટની બસો નહીં દોડાવવા એસટીનો નિર્ણય

06 August 2020 04:55 PM
Surat Rajkot Gujarat
  • કોરોના સંક્રમણના પગલે રાજ્યભરમાંથી વધુ સાત દિવસ માટે સુરત રૂટની બસો નહીં દોડાવવા એસટીનો નિર્ણય

ગઇકાલે 10 દિવસની મુદત પૂર્ણ થયા બાદ નિગમના સત્તાધીશોએ તા. 12-8 સુધી બસો નહીં દોડાવવા નક્કી કર્યું

રાજકોટ,તા. 6
ગુજરાત રાજ્યના અન્ય શહેરોની સરખામણીમાં સુરત ખાતે કોરોનાનું સંક્રમણ સૌથી વધુ ફેલાયેલું છે. દિનપ્રતિદિન વ્યાપક પ્રમાણમાં સુરત ખાતે કોરોના પોઝીટીવના કેસો આવી રહ્યા છે અને કોરોનાનો ચેપ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે ત્યારે તકેદારીના પગલારુપે તાજેતરમાં એસટી તંત્ર દ્વારા રાજકોટ સહિત રાજ્યભરના કુલ 15 એસટી ડીવીઝનોમાંથી સુરત તરફ એકપણ બસ નહીં દોડાવવાનો નિર્ણય કર્યો હતો. એસટી નિગમના સત્તાવાળાઓએ ગત તા. 26-7 થી ગઇકાલ તા. 5-8 સુધી સુરત ખાતે એકપણ બસ રાજ્યના કોઇપણ સ્થળેથી નહીં દોડાવવાનું નક્કી કરેલ હતું.

હવે આ મુદતમાં ફરી એકવાર વધારો કરવામાં આવેલ છે. આ અંગે એસટી નિગમના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજ્યનાં રાજકોટ સહિત 15 ડીવીઝનોમાંથી સુરત ખાતે બસો નહીં દોડાવવાની મુદત ગઇકાલે પૂર્ણ થઇ હતી. દરમિયાન ગઇકાલે સાંજે એક બેઠકમાં સુરત ખાતે વધુ આવતા સાત દિવસ સુધી બસો નહીં દોડાવવાનો નિર્ણય કરાયો હોવાનું એસટી નિગમના સુત્રોએ જણાવેલ હતું.

આમ હવે રાજકોટ સહિત રાજ્યભરમાંથી તા. 12-8 સુધી સુરત ખાતે એકપણ બસો દોડાવવામાં આવશે નહીં. તા. 12-8 બાદ સ્થિતિ નહીં સુધરે તો આ સમય વધુ લંબાવવામાં આવે તેવો નિર્દેશો એસટી નિગમના સુત્રોએ આપેલ છે.


Related News

Loading...
Advertisement