અનલોક છતાં વિમાની પ્રવાસીઓ ઓછા: એરલાઈન્સે ફલાઈટની સંખ્યા વધારતી નથી

06 August 2020 02:59 PM
India Travel
  • અનલોક છતાં વિમાની પ્રવાસીઓ ઓછા: એરલાઈન્સે ફલાઈટની સંખ્યા વધારતી નથી

નવી દિલ્હી તા.6
કોરોનાની મહામારીને અંકુશમાં લેવા માટે દેશભરમાં લાગુ કરવામાં આવેલાં લોકડાઉનને હવે હળવું બનાવવામાં આવ્યું છે. સરકારે અનેક છૂટછાટો સાથે અનલોક તબકકાની શરૂઆત કરી છે તેમ છતાં હજુ પણ લોકોમાં ભયનો માહોલ યથાવત રહ્યો છે. પરિણામે ભારતની એવિએશન ઈન્ડસ્ટ્રી હજુ પણ યોગ્ય ઉંડાણ ભરી શકી નથી.

કોરોના પહેલાની પરિસ્થિતિ કરતાં 45 ટકા અથવા તો દરરોજની 1500 ફલાઈટ માટે મંજુરી આપવામાં આવી છે. પરંતુ હજુ 750 થી 800 ફલાઈટ જ ઉડાણ ભરી રહી છે તે પણ 60 ટકા પેસેન્જર સાથે.

‘કોરોનાના ડરને પગલે લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા હોવાથી એરલાઈન્સે ફલાઈટની સંખ્યામાં વધારો કર્યો નથી. અમુક રાજયોમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉન તથા કવોરન્ટાઈનના નિયમોને પગલે પણ લોકો ફલાઈટ લેવાનું ટાળી રહ્યા છે.’ તેવું સરકારનાં એક અધિકારીએ જણાવ્યું હતું.

બે મહિનામાં લોકડાઉન પછી સરકારે 25 મેથી સ્થાનિક (ડોમેસ્ટીક) ફલાઈટ માટે મંજુરી આપી હતી. અગાઉ 33 ટકા ફલાઈટ ઓપરેટ કરવાની મંજુરી આપી હતી. પરંતુ આ 33 ટકા વિકલ્પના પણ એરલાઈન્સ માટે ખાસ કારગર નિવડી ન હતી. જૂનનાં અડધા મહિના પછી સરકારે એરલાઈન્સને ફલાઈટની સંખ્યા વધારી 45 ટકા ફલાઈટ ઓપરેટ કરવાની છૂટ આપી હતી.

નવી છૂટછાટથી એરલાઈન્સ નવા ડેસ્ટીનેશન પર ફલાઈટ લોન્ચ કરશે તેવી અપેક્ષા હતી. પરંતુ તેવું થયું નહીં. દરરોજની ફલાઈટની સંખ્યા અગાઉની જેમ 750 થી 800 સુધીની યથાવત રહી.


Related News

Loading...
Advertisement