એર ઇન્ડીયાના ડ્રીમ લાઈનર વિમાનને ગ્રાઉન્ડેડ કરવા પડશે

06 August 2020 02:38 PM
India Travel
  • એર ઇન્ડીયાના ડ્રીમ લાઈનર  વિમાનને ગ્રાઉન્ડેડ કરવા પડશે

સ્પેરપાર્ટ માટે નાણા નથી : બોઇંગ કંપનીએ ઉધારની ના પાડી

નવી દિલ્હી,તા. 6
ભારતની નેશનલ એરલાઈન એર ઇન્ડીયાના 787 ડ્રીમ લાઈનર વિમાન હવે ઉડી શકશે નહીં.

બોઈંગ કંપનીને એર ઇન્ડીયા તેના અગાઉના સ્પેરપાર્ટસ વગેરેના નાણા ચૂકવવામાં નિષ્ફળ ગઇ છે અને તેના કારણે બોઇંગે હવે નવા સ્પેરપાર્ટસ મોકલવાનું બંધ કરી દીધું છે.

એર ઇન્ડીયાના આ વિમાનોએ હાલમાં વંદે ભારત મિશનમાં અનેક ઉડ્ડયનો કર્યા હતા અને તેના કાફલામાં જે વિમાનો છે તેને હવે મરામત સહિતના સ્પેરપાર્ટસની જરુર છે તે જોતા એર ઇન્ડીયાએ બોઇંગ કંપનીને સ્પેર મોકલવા માટે જણાવ્યું હતું પરંતુ બોઇંગે હાલ કોઇ પણ પ્રકારના સ્પેર મોકલી શકાશે નહીં તેવું સ્પષ્ટ જાહેર કરી દીધું છે.


Related News

Loading...
Advertisement