આશીર્વાદનું મહત્વ જણાવ્યું બિગબીએ

06 August 2020 10:55 AM
Entertainment
  • આશીર્વાદનું મહત્વ જણાવ્યું બિગબીએ

નવી દિલ્હી: અમિતાભ બચ્ચને લોકોને સલાહ આપતાં જણાવ્યું છે કે વડીલોના આશીર્વાદ મેળવતા રહેવું જોઈએ. અમિતાભ બચ્ચન સોશ્યલ મીડીયામાં ખાસ્સા એકટીવ રહે છે. તેઓ લોકોને વિવિધ વિષયો પર સલાહ આપતા રહે છે.

અમિતાભ બચ્ચન તાજેતરમાં જ કોરોનાની સારવાર બાદ ઘરે પાછા ફર્યા છે. હોસ્પિટલમાં રહીને તેમણે ડોકટર્સ અને નર્સના અથાક પરિશ્રમની ખાસ્સી પ્રશંસા કરી હતી. સાથે જ લોકોનાં પ્રેમ અને પ્રાર્થના માટે સૌનો આભાર પણ માન્યો હતો. ટિવટર પર અમિતાભ બચ્ચને ટવીટ કર્યું હતું કે ‘આશિર્વાદ મેળવતા રહો... સાંભળ્યું છે સંપત્તિ, પ્રસિદ્ધિ અને ઘમંડ સાથે નથી આવતા.’


Related News

Loading...
Advertisement