સલમાનથી ડરતી હતી પ્રીતિ ઝિન્ટા

05 August 2020 10:27 AM
Entertainment India
  • સલમાનથી ડરતી હતી પ્રીતિ ઝિન્ટા

મુંબઇ
પ્રીતિ ઝિન્ટાનું કહેવું છે કે હું સલમાન ખાનથી ખૂબ ડરતી હતી. તેમણે 2000માં આવેલી હર દિલ જો પ્યાર કરેગામાં સાથે કામ કર્યું હતુ. આ ફિલ્મના ગીત આતે જાતે જો મિલતા હૈ ની કિલપ તેણે સોશ્યલ મીડિયા પર શેર કરી છે. આ વિશે પ્રીતિએ લખ્યું હતું મારી ફેવરિટ ફિલ્મોમાંની એક ફિલ્મનું આ મારૂં ફેવરિટ ગીત છે.

એ મારૂં મોસ્ટ-ફેવરિટ ગીત છે કારણ કે હું આ સેટ પર મારા સૌથી કલોઝ ફ્રેન્ડ સલમાન ખાનને મળી હતી. તેનાથી અભિભૂત થવાની સાથે જ મને તેનો ડર પણ લાગતો હતો અને એ રીતે મેં આ ફિલ્મનું શૂટિંગ્ શરૂ કર્યુ હતુ. આ ફિલ્મના અંત દ્વારા મને કીમતી ફ્રેન્ડ મળ્યો હતો જેને હું હંમેશાં પ્રેમ કરૂં છું. આ અદભુત ફિલ્મનો પાર્ટ બનાવવા બદલ હું સાજિદનો આભાર માનું છું.


Related News

Loading...
Advertisement