બાબરી મસ્જીદ ઘ્વંશ સમયે જસદણમાંથી 18 કાર સેવકો અયોઘ્યા પહોંચ્યા હતા

05 August 2020 10:26 AM
Jasdan Rajkot
  • બાબરી મસ્જીદ ઘ્વંશ સમયે જસદણમાંથી 18 કાર સેવકો અયોઘ્યા પહોંચ્યા હતા

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.પ
અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન થઈ રહ્યું છે ત્યારે એ સમયે બાબરી મસ્જિદ ધ્વંશ કરવા અઢાર જેટલા કારસેવકો જસદણથી અયોધ્યામાં ગયા હતા.

જસદણના કારસેવકો મસ્જિદ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. જસદણના વાજસુરપર વિસ્તારમાં રહેતા સ્વ.અમરશીભાઇ યાદવ, સ્વ. ગોપાલભાઈ ડાભી, ભરતભાઇ વી. વાળા, મહેશભાઈ ટી. યાદવ, મનસુખભાઈ સોલંકી, પ્રતાપભાઈ વી વાળા, યોગેશભાઈ રોજાસરા, રણછોડભાઈ સાકરીયા, સંજયભાઈ એમ. ડાભી, અશોકભાઈ એમ .વાળા, પંકજભાઈ ડી.વાઘેલા, મનસુખભાઈ મકવાણા, મુકેશભાઈ એચ.વાળા, કેતનભાઈ સાપરા, રાજુભાઈ એચ. વાળા, ચમનભાઇ, હરેશભાઈ ટી રાઠોડ,
વસંતભાઈ લશ્કરી સહિતના લોકો અયોધ્યા પહોંચ્યા હતા.

જસદણમાં એ સમયે ઉત્સવનું વાતાવરણ હતું. અત્યારે રામમંદિરનું ભૂમિ પૂજન થઈ રહ્યું છે ત્યારે જસદણના આ કાર સેવકો ગૌરવ અનુભવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement