સુશાંતની અમુક સોબત પરિવારને પસંદ ન હતી

05 August 2020 10:25 AM
Entertainment India
  • સુશાંતની અમુક સોબત પરિવારને પસંદ ન હતી

બનેવી સાથેના મેસેજ વાયરલ

મુંબઇ
સુશાંત સિંહ રાજપુતની સાથે રહેતા ફલેટમેટ સિધ્ધાર્થ પિઠાનીએ સ્વર્ગસ્થ અભિનેતાનાં બનેવી ઓ.પી. સિંહે તેને મોકલેલા ટેકસ્ટ મેસેજ જાહેર કર્યા હતા.

સુશાંત તેના પરિવારે તેને મોકલેલા મેસેજિસનો જવાબ ન આપી રહયો હોવાથી સુશાંતના બનેવીએ સિધ્ધાર્થને આ મેસેજ મોકલ્યા હતા.સિધ્ધાર્થે જાહેર કરેલા મેસેજ પરથી માલૂમ પડે છે કે મૃતક અભિનેતાનો પરિવાર તે જેની સોબતમાં હતો તેનાથી નાખુશ હતો. એક મેસેજમાં તેના બનેવીએ સુશાંતને તેની બહેનને તેની સમસ્યાઓથી દૂર રાખવાની સલાહ આપી હતી પણ સાથે-સાથે ખાતરી આપી હતી કે તેઓ હંમેશાં તેની પડખે રહેશે.

આ પૈકીના કેટલાક મેસેજ આ મુજબ છે....‘ચંડીગઢ પહોંચ્યાં. મુંબઇ આવવાનું ભાવભીનું આમંત્રણ આપવા બદલ થેન્કસ. હું ઘણા જૂના મિત્રોને મળી શકયો.’

‘પ્લીઝ, મારી પત્નીને તારા પ્રોબ્લેમ્સથી દૂર રાખ. આ સમસ્યાઓ તે જે સોબત કરી છે એના કારણે ખોટી આદતો અને ગેરવ્યવસ્થાપનના કારણે સર્જાઇ છે. મારી પત્ની સારી છે માત્ર એ કારણસર તે શિક્ષાનો ભોગ ન બને તેની તકેદારી રાખવા હું મકકમ છું.....’

‘હું એકમાત્ર વ્યકિત છું. જે તને મદદ કરી શકું છું તે જાણીને આનંદ થયો હું હંમેશાં તારી પડખે છું.’


Related News

Loading...
Advertisement