ધોરાજીની તાલુકા શાળાના આચાર્ય મકવાણાનો આજે જન્મદિવસ

05 August 2020 10:25 AM
Dhoraji
  • ધોરાજીની તાલુકા શાળાના આચાર્ય મકવાણાનો આજે જન્મદિવસ

વિકલાંગ અને કુપોષિત બાળકોને ફ્રૂટ વિતરણ

ધોરાજી તા.પ
ધોરાજી શહેરમાં ફરેણી રોડ પર આવેલી તાલુકા શાળા નંબર 2 ના આચાર્ય નિલેશભાઈ મકવાણા નો આજે જન્મદિવસ છે. તેઓ શાળાના બાળકોને પોતાના અનદાતા ગણી ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકો માટે ઉત્તમ કામગીરી કરી છે. આજેતેઓના જન્મદિવસ નિમિત્તે પણ જે બાળકો પાસે કોઈ કાગળો કે કોઈ આધાર નથી અને શાળામાં દાખલ થઇ શકતા નથી તેવા ઝુપડપટ્ટી વિસ્તાર ના બાળકોને પોતાના સ્વખર્ચે સોગંદનામા કરાવી શાળામાં દાખલ કરાયેલ છે તથા વિકલાંગ અને કુપોષિત બાળકોને ફ્રૂટ વિતરણ કરેલ છે. સેવાભાવના અને ઉદાર વિચારસરણીના કારણે બહોળો મિત્ર વર્તુળ ધરાવતા નિલેશભાઈ પ્રકૃતિપ્રેમી પણ છે અત્યાર સુધીમાં 2000 જેટલા વૃક્ષો ઉછેર્યા છે. અને ગાય આધારિત સજીવ ખેતી પણ કરે છે આજે તેમના જન્મ દિવસ નિમિતે તેમના મોબાઈલ નં. 9687435333 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.


Loading...
Advertisement