ઉપલેટા તાલુકાના ઢાંક ગામની નાઇટ હોલ્ટની એસ.ટી. બસ શરૂ કરવા માંગ

05 August 2020 10:22 AM
Dhoraji
  • ઉપલેટા તાલુકાના ઢાંક ગામની નાઇટ હોલ્ટની એસ.ટી. બસ શરૂ કરવા માંગ

(પંકજગીરી ગોસ્વામી) ઢાંક તા. પ: કોરોનાની મહામારીને કારણે એસ.ટી.ના તમામ રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે થોડા દિવસો પહેલા સવારની બસ સેવા શરૂ કરવામાં આવી છે. પણ બપોર પછીની એકપણ બસ આવતી નથી. હાલ તહેવારો ચાલી રહયા છે. એવામાં બહાર ગામથી આવતા-જતા લોકોને બપોર બાદ એકપણ એસટી બસ નહી મળતા મુસાફરો ને તકલીફ પડી રહી છે.

બપોર બાદ 4-15 કલાકે ઉપડતી ઉપલેટા-ઢાંક એસટી બસ તેમજ રાત્રે 7-15 કલાકે ઉપડતી ઢાંકની રાત્રી હોલ્ટની બસ જે સવારે પ કલાકે ઉપલેટા જવા માટે ઉપયોગી થાય છે. તો બીજા ગામડાઓની નાઇટ હોલ્ટની બસ શરૂ થયેલ છે. તો ઢાંક ગામની મોટી વસ્તી હોવા છતા નાઇટ હોલ્ટની બસ શરૂ કરેલ નથી. તો વહેલી તકે ઢાંકની નાઇટ હોલ્ટની એસટી બસ શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગણી કરેલ છે.


Loading...
Advertisement