તીર્થનગરી પાલીતાણામાં સરકારી જમીન હડપ કરવા ભુમાફિયાઓ સક્રિય : તળેટી વિસ્તારમાં પેશકદમી

05 August 2020 10:19 AM
Bhavnagar
  • તીર્થનગરી પાલીતાણામાં સરકારી જમીન હડપ કરવા ભુમાફિયાઓ સક્રિય : તળેટી વિસ્તારમાં પેશકદમી

સરકારી જમીન પર ખુલ્લેઆમ થતા દબાણો તોડી પાડવાના આદેશનો ઉલાળીયો : અધિકારીઓનું મૌન

પાલીતાણા, તા.પ
પવિત્ર તીર્થનગરી પાલીતાણામાં સરકારી કરોડો રૂપિયાની લાખો ફુટ જાહેર જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણ દુર કરવા સ્થાનિક તંત્ર ટુંકુ પડતુ હોય તેમ માત્રને માત્ર અવારનવાર નોટીસો કોઇ કાર્યવાહી થતી જોવા મળતી નથી. પરિણામે વિકાસ કુચ કરતા પાલીતાણા શહેરના જાહેર રોડ અને તળેટી વિસ્તારના દબાણોનો વિવાદ યથાવત રહ્યો છે.

આવા દબાણો દુર કરવા ઉચ્ચક્ષેત્ર સ્થાનિક તંત્રને એકાદ વર્ષથી હુકમ કરવામાં આવે છે. પણ સ્થાનિક તંત્રના અધિકારીઓની હિંમત ચાલતી નથી દબાણો દુર કરાવી શકવામાં અશકિતમાન રહ્યા છ.ે યાત્રાધામ પાલીતાણામાં અધીકારીઓને રાજકીય ગ્રહણ નડતુ હોય તેમ તંત્ર વાહકોની નજર સામે જ ગેરકાયદે દબાણો અને ગેરકાયદે બાંધકામોનું દુષણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.

નગરપાલીકાના મુખ્ય અધિકારી, પાલીતાણા ડીપી કપામાં આવતા કે ટીપી સ્કીમના રસ્તાઓને પહોળા કે ખુલ્લા કરાવી શકતા નથી તે પણ પાલીતાણાના નાગરીકોની એક કમનસીબ ગણાશે કે કઠણાઇ પણ નગરપાલિકા તેમજ રાજકીય આગેવાનો રાજકીય દબાણના વશ હોવાથી આગળની કાર્યવાહી માત્રને માત્ર કાગળ ઉપર જ રહી જાય છે.

ઉચ્ચકક્ષાએથી સ્પેશ્યલ ઓફિસર દ્વારા પાલીતાણા જાહેર માર્ગોને તેમજ તળેટી વિસ્તારમાં ધર્મશાળાઓએ કરેલ દબાણો તેમજ એકશન પ્લાન ઘડાય તેવી આમ પ્રજામાં લાગણી પ્રવર્તે છે.


Loading...
Advertisement