દ્વારકાના કુરંગાની સરકારી પ્રાથમિક શાળામાં આધુનિક અને સુવીધાઓ સજ્જ

05 August 2020 10:18 AM
Jamnagar
  • દ્વારકાના કુરંગાની સરકારી પ્રાથમિક શાળામાં આધુનિક અને સુવીધાઓ સજ્જ
  • દ્વારકાના કુરંગાની સરકારી પ્રાથમિક શાળામાં આધુનિક અને સુવીધાઓ સજ્જ
  • દ્વારકાના કુરંગાની સરકારી પ્રાથમિક શાળામાં આધુનિક અને સુવીધાઓ સજ્જ
  • દ્વારકાના કુરંગાની સરકારી પ્રાથમિક શાળામાં આધુનિક અને સુવીધાઓ સજ્જ

ખાનગી શાળાને ટક્કર મારતી આ શાળા સી.સી.ટી.વી.કેમેરા, આર.ઓ., ચિત્રકલા જેવી ભૌતિક સુવિધાથી ભરપુર - આ શાળામાં 183 બાળકો અભ્યાસનો આનંદ માણી રહ્યા છે. - સામાન્ય રીતે એમ કહેવાનું હોય છે કે યુવાનો માટે ભવિષ્ય તૈયાર કરવું જોઈએ. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે, આપણે ભવિષ્ય તૈયાર કરવા માટે યુવાનો તૈયાર કરવા જોઈએ. જેથી તેઓ કુટુંબ,સમાજ, રાજય અને દેશનું ભવિષ્ય તૈયાર કરી શકે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા પ્રાથમિક શાળાના આવા જ એક શિક્ષક છે. એક શિક્ષક ધારે તો શું ન કરી શકે? વિધાર્થીઓને સારા શિક્ષણની સાથે સાથે શાળામાં બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો ધટાડી શકે. વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શાળા અને સમાજને એક તાંતણે બાંધવાનું કામ કરી શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના કુરંગા ગામના કુરંગા પ્રાથમિક શાળાના આચાર્યા તન્વીબેન કાસુન્દ્રા જેઓ "સમય હોય કે મુડી બાળકોમાં રોકાણ કરવા જેવુ શ્રેષ્ઠ રોકાણ બીજુ કોઇ નથી.” ઉકિતને સાર્થક કરી કરી રહયા છે. રૂ. ચાલીસ લાખના ખર્ચે સંપૂણ સુવિધાથી સજજ શાળા બિલ્ડીંગનું 26 મી જાન્યુઆરી 2020ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ બિલ્ડીંગમાં આચાર્ય તન્વીબેન કાસુન્દ્રાએ પોતાની આગવી સૂઝ થી તમામ બિલ્ડીગમાં ચિત્રકામ કરાવી, બાળકો રમતા રમતા પણ શિક્ષણ મેળવી શકે અને બાળકોનો પાયો વધુ મજબુત થાય તેવા પ્રયત્નો કર્યા છે. તેઓને હંમેશ કાંઈક કરી છુટવાનો ભીતર એક રણકો સતત સંભળાતો રહે છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત બાળકોના ભાવિ અને સુખાકારી માટે ચોકકસ દિશામાં આચાર્યા નકકર કામગીરી કરી રહ્યા છે.

ખાનગી શાળાને ટકકર આપે એવી કુરંગા પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાઓ જોઇએ તો ધોરણ 1 થી 8 માં 183 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. જેમાં શાળામાં 16 સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આર.ઓ. ફિલ્ટર પાણીની સુવિધા, મધ્યાન ભોજન રૂમ. સૌથી પહેલા બાળક શાળાએ આવે ત્યારે શાળાનો ગેઈટ સુંદર ચિત્રની બનાવેલ છે. મેદાનમાં ગાર્ડન બનાવી તેમાં લીલું ઘાસ ઉગાવવામાં આવ્યું છે. શાળાની ફરતે જે દિવાલ આવેલી તેમાં ટ્રેન દોરી, તેમાં એ.બી.સી.ડી. લખાઈ છે. જેમાંથી બાળકો રમતા રમતા અંગ્રેજી શીખે. બિલ્ડીંગમાં દિવાલો પર જુદા-જુદા પ્રકારના ભિત ચિત્રો દોરેલા છે અને પગથિયા પર પણ જુદા જુદા દોરેલા છે. રૂમની અંદર પણ અલગ-અલગ પ્રકારના ચિત્રો દોરવામાં છે.

આમ, બાળકોને ઘર મુકીને શાળાએ આવવાનું મન થાય તેવી તમામ સુવિધાથી ભરપુર આ કુરંગા પ્રાથમિક શાળા છે. આશરે 1800 જેટલી વસ્તી ધરાવતું કુરંગા ગામના 183 બાળકો આજે આચાર્યા તન્વીબેનની દેખરેખ હેઠળ અભ્યાસ કરી રહયા છે. હાલ કોરોના વાયરસના કારણે લોકડાઉન હોવાથી આચાર્યા તન્વીબેન કાસુન્દ્વા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે.

કુરંગા ગામ મહિલા સશક્તિકરણનું પણ ઉદારણ પૂરુ પાડે છે. કારણ કે આ ગામના સરપંચ સીતાબેન માણેક મહિલા, શાળાના આચાર્યા મહિલા અને એસ.એમ.સી.ના તમામ સભ્યો પણ મહિલાઓ જ છે. આ ઉપરાંત સરપંચ સીતાબેન માણેક પણ શિક્ષણ પ્રત્યે કાળજી રાખી, શાળાને આધુનિક બનાવવામાં સહયોગ આપી રહયા છે.(તસ્વીર : કુંજન રાડિયા)


Loading...
Advertisement