અમરેલીમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો સંકલ્પ પૂર્ણ : મો મીઠુ કરાવતા આગેવાનો

05 August 2020 10:16 AM
Amreli Rajkot Saurashtra
  • અમરેલીમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો સંકલ્પ પૂર્ણ : મો મીઠુ કરાવતા આગેવાનો

1991માં ભુપેન્દ્રસિંહજીએ રામ મંદિર ન બને ત્યાં સુધી મીઠાઇ નહી ખાવાનો સંકલ્પ લીધો હતો

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. પ
રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજથી 29 વર્ષ પહેલા અયોઘ્યા ખાતે રામ મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ ન થાય ત્યાં સુધી મીઠાઈ ન ખાવાનો સંકલ્પ કર્યો હતો જે સંકલ્પ તેઓએ અમરેલી ખાતે પૂર્ણ કર્યો હતો.

અમરેલી ખાતે રવિવારે પધારેલ શિક્ષણમંત્રી અને ભાજપનાં નિષ્ઠાવાન આગેવાને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીનાં નિવાસ સ્થાને પધાર્યા તે સમયે દિલીપ સંઘાણીએ તેઓને મીઠાઈ ખવરાવીને મોં મીઠું કરાવીને વર્ષો જુનો સંકલ્પ પૂર્ણ કરાવ્યો હતો.

અયોઘ્યા ખાતે રામ મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ થવા જઈ રહૃાો હોય સાંસદ કાછડીયા, મુકેશ સંઘાણી, અશ્વિન સાવલીયા, શૈલેષ પરમાર, મનિષ સંઘાણી, ભાવનાબેન ગોંડલીયા, તુષાર જોષી, ધીરૂભાઈ વાળા સહિતનાં ભાજપીઓએ પણ મોં મીઠું કરી શંખનાદ કરી જયશ્રી રામનાં નારા લગાવ્યા હતા.


Related News

Loading...
Advertisement