ઓખાની તમામ બજારમાં વેપારીઓને ઉકાળાનું વિતરણ

05 August 2020 10:15 AM
Jamnagar
  • ઓખાની તમામ બજારમાં વેપારીઓને ઉકાળાનું વિતરણ

(અમરજીતસિંઘ) દ્વારકા, તા. પ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઓખા નગરપાલિકા વિસ્તાર દ્વારા તથા સરકારી આયુર્વેદિક દવાખાના ઓખા દ્વારા ઓખા મેઈન બજાર તથા ટી.આર.કોલોની માં દુકાને દુકાને તથા ઘરે ઘરે જઈને ગરમ ઉકાળો પીવડાવામાં આવેેલ હતો આનો લાભ લગભગ 950 લોકોએ લીધો આ કાર્યક્રમ માં સરકારી આયુર્વેદિક દવાખાનાના ડો જિજ્ઞાબેન કુલર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ તેમજ ઓખા નગરપાલિકા વિસ્તાર ના સંયોજક પાર્થભાઈ રાવલ અને ઓખા નગરપાલિકા વિસ્તારના સહ સંયોજક વિશાલભાઈ પીઠીયા તેમજ ઓખા ના યુવા સામાજિક કાર્યકર ભગીરથ બારાઈ ,જયેશભાઇ રામાવત ઓખા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં 4 ના મંડળ પ્રમુખ દ્વારકેશ કારેલીયા, ઓખાના મહિલા સામાજિક કાર્યકર કૌશલ્યબેન ફોફંડી, પ્રીતિબેન ચાવડા ,ચાંદનીબેન કોટેચા અને તેમની ટિમ,તેમજ સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ઓખા વિસ્તારના કાર્યકર હિરેનભાઈ સીસોદીયા ,કુમાર ફોફંડી, હાર્દિક મોતીવારસ,વિરાજ હેરમા, હાર્દિક ગઢવી, સોહન જટણીયા,તેમજ રોકડીયા હનુમાન મંદિર ગ્રુપ ના વિનુભાઈ હરિવ્યાસ સૌ સાથે રહી આ કાર્યક્રમ હાજર રહિયા તેમજ કાર્યક્રમનું ઓખા નગરપાલિકા વિસ્તાર ના સહ સંયોજક વિશાલભાઈ સાથે રહી કરવામાં આવેલ.


Loading...
Advertisement