લેબનાનની રાજધાની બેરૂતમાં ભયાનક વિસ્ફોટ : ૨૫ના મોત, ૨૫૦૦ ઇજાગ્રસ્ત

05 August 2020 01:04 AM
World
  • લેબનાનની રાજધાની બેરૂતમાં ભયાનક વિસ્ફોટ : ૨૫ના મોત, ૨૫૦૦ ઇજાગ્રસ્ત
  • લેબનાનની રાજધાની બેરૂતમાં ભયાનક વિસ્ફોટ : ૨૫ના મોત, ૨૫૦૦ ઇજાગ્રસ્ત
  • લેબનાનની રાજધાની બેરૂતમાં ભયાનક વિસ્ફોટ : ૨૫ના મોત, ૨૫૦૦ ઇજાગ્રસ્ત
  • લેબનાનની રાજધાની બેરૂતમાં ભયાનક વિસ્ફોટ : ૨૫ના મોત, ૨૫૦૦ ઇજાગ્રસ્ત
  • લેબનાનની રાજધાની બેરૂતમાં ભયાનક વિસ્ફોટ : ૨૫ના મોત, ૨૫૦૦ ઇજાગ્રસ્ત

બેરૂત પોર્ટ પાસે પ્રચંડ વિસ્ફોટ : 10 કિલોમીટરના વિસ્તારમાં રહેલા મકાનોને નુકસાન થયુ

બરૂત : લેબનાનની રાજધાની બેરુતમાં મંગળવાર સાંજે પોર્ટ પાસે એક પ્રચંડ. વિસ્ફોટ થયો, જેની અસર ૧૦ કિમી દૂર સુધી જોવા મળી. પોર્ટ પર ઊભું જહાજમાં ફટાકડા થી થયેલ વિસ્ફોટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિસ્ફોટમાં ૨૫ લોકોના મોત અને ૨૫૦૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવું લેબનાનના આરોગ્ય મંત્રીએ જણાવ્યું. હોસ્પિટલો હાલ ઇજાગ્રસ્ત લોકોથી ઉભરાઈ છે અને પાર્કિંગ લોટમાં હાલ સારવાર કરવામાં આવી રહી છે.

જે પ્રકારે આ વિસ્ફોટ થયો છે અમને રોકેટ સ્ટ્રાઈક કે વિસ્ફોટકોથી જહાજને ફૂંકી મારવાના કાવતરાને લઈ આશંકા છે. આ વિસ્ફોટ જાણી જોઈને પણ કરવામાં આવ્યો હોય તેવુ બની શકે છે અથવા તો તેની પાછળ અન્ય કોઈ કારણ પણ જવાબદાર હોઈ શકે છે.

આ વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે તાત્કાલિક કોઈ કારણ જાણી શકાયુ નથી. વેરહાઉસમાં કેવા પ્રકારના વિસ્ફોટકો હતા તે અંગે પણ માહિતી મળી નથી. દરમિયાન લેબેનોનના આંતરિક સુરક્ષા બાબતના વડા અબ્બાસ ઈબ્રાહિમે કહ્યું છે કે આ વિસ્ફોટ ઉચ્ચ વિસ્ફોટક સામગ્રીમાંથી થયો છે અને અગાઉ આ પ્રકારના વિસ્ફોટની ઘટના બની નથી. બેલેનોના આરોગ્ય પ્રધાને જણાવ્યુ હતું કે આ વિસ્ફોટમાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે, જોકે તેમણે ચોક્કસ આંકડો આપ્યો ન હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટ થતા જ ધૂળની ડમરીઓ ઉઠી હતી અને વાતાવરણ સંપૂર્ણપણે ધૂંધળુ થઈ ગયુ હતું.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)ના પ્રવક્તા ફરહાન હકે જણાવ્યુ હતું કે આ વિસ્ફોટ પાછળ શું કારણ છે તે અંગે તાત્કાલિક જાણી શકાયુ નથી. આ ઉપરાંત ચોક્કસ જાનહાનિ અંગે પણ અત્યારે ચોક્કસ માહિતી આપી શકાય તેમ નથી.US પેન્ટાગોને પણ આ વિસ્ફોટને લઈ નિવેદન જારી કરતા જણાવ્યુ હતું કે અમને વિષ્ફોટ અંગે માહિતી મળી છે અને આ પ્રકારના વિસ્ફોટમાં જે જાનહાનિ થઈ છે તે બદલ ચિંતિત છીએ.


Related News

Loading...
Advertisement