રામ મંદિરના ભૂમિપૂજન પહેલા અડવાણી બોલ્યા : ઘણી વખત મહત્વપૂર્ણ સપનાને સાકાર કરવામાં સમય લાગે, જ્યારે સાકાર થાય ત્યારે લાગે છે કે રાહ જોવી સાર્થક થઈ

04 August 2020 11:59 PM
India
  • રામ મંદિરના ભૂમિપૂજન પહેલા અડવાણી બોલ્યા : ઘણી વખત મહત્વપૂર્ણ સપનાને સાકાર કરવામાં સમય લાગે, જ્યારે સાકાર થાય ત્યારે લાગે છે કે રાહ જોવી સાર્થક થઈ
  • રામ મંદિરના ભૂમિપૂજન પહેલા અડવાણી બોલ્યા : ઘણી વખત મહત્વપૂર્ણ સપનાને સાકાર કરવામાં સમય લાગે, જ્યારે સાકાર થાય ત્યારે લાગે છે કે રાહ જોવી સાર્થક થઈ

આ શુભ અવસરે હું એ તમામ સંતો, નેતાઓ અને દેશ-વિદેશના લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું જેઓએ રામ જન્મભૂમિ આંદોલનમાં યોગદાન આપ્યું. મને એ વાતનો પણ આનંદ છે કે નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી રામ મંદિર નિર્માણનું કામ શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ રહ્યું છે.

રાજકોટઃ
વરિષ્ઠ ભાજપ નેતા ૯૨ વર્ષીય લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું છે કે રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન નિયતિએ તેમને સોમનાથથી અયોધ્યા સુધીની રામ રથયાત્રા તરીકેની પવિત્ર જવાબદારી નિભાવવાની તક આપી હતી. તેમણે કહ્યું કે આ કાર્યથી તેમાં ભાગ લેનારા અસંખ્ય સહભાગીઓની આકાંક્ષાઓ, ઝુનુન અને ઉર્જાને શાંત કરવામાં મદદ મળી હતી.

અડવાણીએ કહ્યું, ઘણી વખત મહત્વપૂર્ણ સપનાને સાકાર કરવામાં સમય લાગે છે, પરંતુ જ્યારે તે સાકાર થાય છે, ત્યારે રાહ સાર્થક બને છે. એવું જ એક સ્વપ્ન જે મારા હૃદયની નજીક છે તે સાકાર થવાનું છે. વડા પ્રધાન રામ મંદિરની સ્થાપના કરવા જઇ રહ્યા છે. તે માત્ર મારા માટે જ નહીં પરંતુ તમામ ભારતીયો માટે ઐતિહાસિક અને ભાવનાત્મક દિવસ છે.

તેમણે કહ્યું કે, ભારતની સાંસ્કૃતિક અને સભ્યતાના વારસામાં શ્રીરામનું મહત્વનું સ્થાન છે અને તે કૃપા, ગૌરવ અને શણગારનું પ્રતીક છે. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, મારું માનવું છે કે અયોધ્યામાં બનાવવામાં આવનાર આ રામ મંદિર તમામ ભારતીયોને ભગવાન શ્રી રામના ગુણો આત્મસાત કરવા પ્રેરણા આપશે.

અડવાણીએ કહ્યું કે, મારૂ માનવું એ પણ છે કે રામ મંદિર ભારતને એક મજબૂત, સમૃદ્ધ, શાંતિપૂર્ણ અને સુમેળભર્યું રાષ્ટ્ર તરીકે રજૂ કરશે, જ્યાં બધાને ન્યાય મળી શકશે અને કોઈને પણ સમાજ અને વ્યવસ્થાથી બહાર કરવામાં નહિ આવે, જેથી આપણે ખરેખર રામ રાજ્યમાં સુશાસનનું પ્રતિક બની શકીએ.

ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ કહ્યું કે મને આનંદ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી રામ મંદિરના નિર્માણનું કામ શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ રહ્યું છે. હું આ અવસરે તમામ સંતો, નેતાઓ અને લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ઘણા દિવસની તૈયારી બાદ આવતીકાલે રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે ત્યારે આજે સાંજે અડવાણી લગભગ 3 મિનિટ બોલ્યા હતા.


Related News

Loading...
Advertisement