અમદાવાદ મનપાએ ધોકો પછાડ્યો : સોશ્યલ ડિસ્ટન્સ ન રાખનાર હિમાલયા મોલના મેકડોનાલ્ડઝ રેસ્ટોરન્ટ ઉપરાંત ફાર્માસ્યુટીકલ ઓફિસ સીલ કરી

04 August 2020 11:47 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદ મનપાએ ધોકો પછાડ્યો : સોશ્યલ ડિસ્ટન્સ ન રાખનાર હિમાલયા મોલના મેકડોનાલ્ડઝ રેસ્ટોરન્ટ ઉપરાંત ફાર્માસ્યુટીકલ ઓફિસ સીલ કરી

ગઈકાલે આલ્ફા વન મોલ સીલ કરી મનપા તંત્રએ નિયમ ન પાળનારા સામે લાલ આંખ કરી હતી : આગામી દિવસોમાં મોટા પાયે પ્રાઇવેટ ઓફિસો, શો - રૂમો, શોપીંગ મોલોમાં ચેકીંગ હાથ ધરાશે

અમદાવાદ:
અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા જારી કરેલા નિયમોનું પાલન નહીં કરાતા ઓફિસ તથા રેસ્ટોરન્ટને કરાઇ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગઇકાલે વસ્ત્રાપુરના આલ્ફાવન મોલને સીલ કરવામાં આવ્યો હતો ત્યારે આજે પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર સિનર્જી બિલ્ડીંગમાં ૧૧ મા માળે આવેલ સેવીયર ફાર્માસ્યુટીકલનો તમામ સ્ટાફ માસ્ક પહેરલ ન હોવાથી તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોવાથી ઓફિસને સીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત ડ્રાઇવઇન સીનેમા રોડ પર હિમાલયા મોલમાં આવેલા મેકડોનાલ્ડઝ રેસ્ટોરન્ટમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર મોટી સંખ્યામાં ગ્રાહકોને નાસ્તો પીરસાતો હોવાથી આ રેસ્ટોરન્ટને પણ સીલ કરવામાં આવી હતી.

અમદાવાદ મહાનગર પાલિકાએ સત્તાવાર રીતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આગામી સમયમાં પણ મોટા પાયા પર તમામ પ્રાઇવેટ ઓફિસો, શો - રૂમો, શોપીંગ મોલોનું ચેકીંગ કરવામાં આવનાર છે. ચેકીંગ દરમ્યાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા એકમો સામે સખતાઈપૂર્વક યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Related News

Loading...
Advertisement