નફ્ફટ પાકિસ્તાનની નવી ચાલ : કાશ્મીર ઉપરાંત જૂનાગઢ અને માણાવદરને પણ પોતાનો હિસ્સો ગણાવ્યો

04 August 2020 11:42 PM
World
  • નફ્ફટ પાકિસ્તાનની નવી ચાલ : કાશ્મીર ઉપરાંત જૂનાગઢ અને માણાવદરને પણ પોતાનો હિસ્સો ગણાવ્યો
  • નફ્ફટ પાકિસ્તાનની નવી ચાલ : કાશ્મીર ઉપરાંત જૂનાગઢ અને માણાવદરને પણ પોતાનો હિસ્સો ગણાવ્યો

ઇમરાન ખાન સરકારની કેબિનેટમાં વિવાદિત નકશાને મંજૂરી અપાઈ : નેપાળની ચાલ ચાલી નવો વિવાદ ઉભો કરવા પ્રયાસ

પાકિસ્તાનની દશા બગાડનાર ઇમરાન ખાન સરકાર હવે નકશા બદલાવી પાકિસ્તાની જનતાને ગુમરાહ કરી રહ્યા છે. આજે પાકિસ્તાને ફરી વાર પોતાની નફ્ફટાઈ બતાવી છે. પાક.ની કેબિનેટ બેઠકમાં વધુ એક વિવાદિત નકશાને મંજૂરી આપવામાં આવી છે. આ નકશામાં કાશ્મીર ઉપરાંત જૂનાગઢ અને માણાવદરને પણ પોતાનો હિસ્સો બતાવ્યો છે.

વિવાદિત નકશામાં પાકિસ્તાને કાશ્મીરને પોતાનો ભાગ ગણાવ્યો છે. અગાઉ પાકિસ્તાન ફક્ત PoK ને પોતાનો હિસ્સો દર્શાવતુ હતું, પણ હવે નવા નકશામાં સંપૂર્ણ કાશ્મીરનો સમાવેશ કર્યો છે. આ ઉપરાંત નવો વિવાદ ઉભો કરતા પાકિસ્તાને નવા નકશાથી લદ્દાખ, સિયાચિન ઉપરાંત ગુજરાતના જૂનાગઢ અને માણાવદરને પણ પોતાનો ભાગ હોવાનો દાવો કર્યો છે.

કાગળ પર નકશો ચિતરવાની આ પ્રક્રિયાને ઈમરાન ખાને પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે. ઈમરાન ખાને જણાવ્યુ હતું કે, આ નકશાનો શાળા તથા કોલેજોમાં પણ ઉપયોગ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ નેપાળે પણ પોતાનો નવો નકશો બનાવી ભારત વિસ્તારોને પોતાના ગણાવ્યા હતા. પાકિસ્તાન પણ આવી જ ચાલ ચાલી વિવાદ ઉભો કરવા મરણીયા પ્રયાસ કરી રહ્યું છે.


Related News

Loading...
Advertisement