ગૃહમંત્રી અમિત શાહ પછી હવે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ કોરોના પોઝિટિવ

04 August 2020 11:34 PM
India
  • ગૃહમંત્રી અમિત શાહ પછી હવે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ કોરોના પોઝિટિવ

પ્રધાનને મેદાંતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા

દિલ્હીઃ
ગત રવિવારે ગૃહમંત્રી અમિત શાહ કોરોનાગ્રસ્ત થયા હતા. ત્યારે આજે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમણે ખુદ ટ્વિટર દ્વારા માહિતી આપી હતી. ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'કોરોનાનાં લક્ષણો જોતાં જ મેં ટેસ્ટ કરાવ્યો, જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોકટરોની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ થયો છું. અને સ્વસ્થ છું.

મળતી માહિતી મુજબ તેના કર્મચારીને કોરોના થયા બાદ તેઓ સેલ્ફ ક્વોરન્ટાઈન થયા હતા. અને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે કેબિનેટની બેઠકમાં પણ ભાગ લીધો નહતો.

ઉલ્લેખનીય છે કે, મેદાંતા હોસ્પિટલમાં ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.


Related News

Loading...
Advertisement