રામમંદિર ભૂમિપૂજન રાષ્ટ્રીય એકતા, બંધુત્વનો અવસર બને; પ્રિયંકાનો સંદેશ

04 August 2020 07:21 PM
India
  • રામમંદિર ભૂમિપૂજન રાષ્ટ્રીય એકતા, બંધુત્વનો અવસર બને; પ્રિયંકાનો સંદેશ

બધામાં રામ છે, રામ બધાના છે

નવી દિલ્હી તા.5
અયોધ્યામાં રામમંદિર શિલાન્યાસની પૂર્વસંધ્યાએ કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતું કે રામ બધામાં છે અને રામ બધાની સાથે છે. રામલલ્લાના મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા, બંધુત્વ અને સાંસ્કૃતિક સમાગમનો અવસર બને.પ્રિયંકા ગાંધીએ ટિવટ કરી જણાવ્યું હતું કે સરળતા, સાહસ, સંયમ, ત્યાગ, વચનબદ્ધતા, દીનબંધુ રામ નામનો સાર છે. રામ બધામાં છે, રામ બધાની સાથે છે. ભગવાન રામ અને માતા સીતાના સંદેશ અને તેમની કૃપા સાથે રામલલ્લાના મંદિરના ભૂમિપૂજન રાષ્ટ્રીય એકતા, બંધુત્વ અને સાંસ્કૃતિક સમાગમનો અવસર બને.

પ્રિયંકાએ વિસ્તૃત નિવેદન પોષ્ટ કરી લખ્યું હતું કે દુનિયા અને ભારતીય ઉપખંડની સંસ્કૃતિમાં રામાયણની ઉંડી અને અમીટ છાપ છે. રામ શબરીના છે, સુગ્રીવના પણ છે. કબીરના છે, તુલસીદાસના છે. રૈદાસના પણ છે. ગાંધીના રઘુપતિ રાઘવ રામ રામ બધાને સન્મતિ આપવાવાળા છે.
કોંગ્રેસ મહામંત્રીએ ભગવાન રામ માટે મૈથીલીશરણ ગુપ્તા અને મહાપ્રાણ નિરાસાથી પંક્તિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.


Related News

Loading...
Advertisement