રામ મંદીર ભૂમિપુજનના ઐતિહાસીક ક્ષણને એડવોકેટો વધાવશે

04 August 2020 07:13 PM
India
  • રામ મંદીર ભૂમિપુજનના ઐતિહાસીક ક્ષણને એડવોકેટો વધાવશે

રાજકોટ તા.4: હિન્દુઓની આસ્થા સમાન અયોધ્યામાં 500 વર્ષ પછી ભારતના સૌથી વધુ લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને સુપ્રસીધ્ધ સંતો મહંતો દ્વારા રામ મંદીરનું ભુમિપુજન આવતીકાલે બપોરે 12-30 વાગ્યે થશે.
આ ઐતીહાસીક ક્ષણમાં સમગ્ર ભારતના લોકોનુ આસ્થા સમાન રામ મંદીર હોય આ ક્ષણે રાજકોટના એડવોકેટો દ્વારા બપોરે સવા બારે ભેગા થઇ અને એકબીજાને મીઠા મોંઢા કરાવી અને ફટાકડા ફોડી આ ઐતીહાસીક ક્ષણને વધાવશે તેમ વકીલોએ જણાવેલ છેઅને તમામ વકીલોએ ઉપસ્થીત રહેવા જણાવ્યુ છે.
આ ઐતીહાસીક ક્ષણે રાજકોટ બાર એસો. ક્રીમીનલ બાર એસો, કલેઇમ બાર એસો, રેવન્યુ બાર એસો, મહીલા બાર એસો, યુવા લોયર્સ વિગેરે એસો.ના સભ્યો ઉપસ્થીત રહેશે.


Related News

Loading...
Advertisement