કન્ટેનમેન્ટ ઝોનમાં બિન્દાસ ફરતા અને હોમ કવોરન્ટાઇન ભંગ કરનાર 33 લોકો સામે ગુનો નોંધાયો

04 August 2020 07:11 PM
Rajkot
  • કન્ટેનમેન્ટ ઝોનમાં બિન્દાસ ફરતા અને હોમ કવોરન્ટાઇન ભંગ કરનાર 33 લોકો સામે ગુનો નોંધાયો

ગાંધીગ્રામ વિસ્તારના કન્ટેનમેન્ટ ઝોનમાં મુલાકાત લેતા એસીપી દિયોરા અને પીઆઇ વાળા

રાજકોટ તા.4
કન્ટેનમેન્ટ ઝોનમાં ચુસ્ત લોકડાઉનનો પાલન કરાવવા હુકમ છે તેમ છતાં બિન્દાસ બહાર ફરતા અને હોમ કવોરન્ટાઇન ભંગ કરનારા 33 લોકો સામે ગુનો નોંધાયો હતો. પરસાણાનગર શેરી નં.3માં શાંતિ પ્રકાશ એપાર્ટમેન્ટમાં રહેતા અનુપમ અશોકભાઇ અહુજા, રવિ રમેશભાઇ નાવાણી, ન્યુ રાજદીપ સોસાયટી શેરી નં.1માં રહેતા કેતનભાઇ ગોબરભાઇ ટોયટા, આર્યમાન સોસાયટી મેઇન રોડ, માધવ પાર્ક-1 શેરી નં.2માં રહેતા પ્રવિણભાઇ કેશુભાઇ પાંભર, બાબુભાઇ બટુકભાઇ વીરડીયા, રજત સોસાયટી શ્યામ હોલની બાજુમાં રહેતા રવિ જેરામભાઇ પીપળીયા, માસ્તર સોસાયટી શેરી નં.11માં રહેતા નરેશ બાવાભાઇ હુંબલ, મોહનભાઇ વેલજીભાઇ પીપળીયા, સોરઠીયાવાડી-6માં રહેતા જય દીનેશભાઇ પાંભર, માનસરોવર પાર્ક શેરી નં.6ના સુનિલ નાગજીભાઇ સરવૈયા અને રાજેશ વેલજીભાઇ કારેણા, ગુરૂપ્રસાદ ચોક, ત્રિવેણીનગર મેઇન રોડ પર રહેતા મોહનભાઇ પ્રફુલભાઇ નિમાવત, સચીન પ્રવિણભાઇ કપુપરા, રઘુભાઇ રમેશભાઇ વાંજા, અંબાજી કડવા પ્લોટ-3માં રહેતા દેવજીસીંગ માનસીંગ જરીયા, જેન્તી ભરતભાઇ જોટંગીયા, ગોકુલધામ આવાસમાં રહેતા ચંદુભાઇ ગોરધનભાઇ વડગામા, ગોકુલધામ સોસાયટીમાં રહેતા દિપેન હિતેશભાઇ વ્યાસ, પંચવટીનગર-1માં રહેતા પાવક અતુલભાઇ જોબનપુત્રા, એમ.પી.પાર્ક-1ના ગણેશભાઇ કરણભાઇ ચંદ, સોની બજાર-શ્રીનાથજી એપાર્ટમેન્ટના ભાવીન મુકુંદભાઇ ડેલાવાળા, મુકુંદભાઇ લક્ષ્રમીચંદ ડેલાવાળા, કુવાડવા રોડ વૃંદાવન પાર્ક-1ના ભીખુભાઇ ડાયાભાઇ જાગાણી, વલ્લભભાઇ લવજીભાઇ લીંબાસીયા, રણછોડનગર-25ના ચિરાગ છગનભાઇ કાકડીયા, મિતેશ ચંદુભાઇ લુણાગરીયા, સંતકબીર રોડ પંચશીલ સ્કૂલ નજીક શકિત સોસાયટી નં.2માં રહેતા અનિલભાઇ અવચરભાઇ લીંબાસીયા, ન્યુ શકિત સોસાયટી-6માં રહેતા મુકુંદ કિરણભાઇ લખતરીયા, સાધના સોસાયટી શેરી નં.1માં રહેતા છગનભાઇ ભગવાનજીભાઇ વોરા, કાનજીભાઇ ભગવાનજીભાઇ વોરા, તપસી હોટલવાળી શેરી, તીરૂપતિ બાલાજી પાર્ક-1માં રહેતા સાગર સુરેશભાઇ રામાણી અને પ્રતિક જયંતીભાઇ આસોદરીયાએ હોમ કવોરન્ટાઇનનો ભંગ કરી બહાર નીકળતા તેમની વિરૂઘ્ધ ગુનો નોંધાયો હતો.


Related News

Loading...
Advertisement