રામમંદિર ભૂમિપૂજન મોદી-શો બની રહેશે

04 August 2020 07:04 PM
India
  • રામમંદિર ભૂમિપૂજન મોદી-શો બની રહેશે

મંદિર ચળવળના તમામ ચહેરાઓની એક યા બીજી રીતે બાદબાકી : દેશભરમાં ઉજવણી પણ સાવ ફિકકી: મોદીને જ આર્કીટેક ચીતરવા પ્રયાસ : મંચ પર તમામ કોરોના પ્રોટોકોલ વચ્ચે ‘ઉમરલાયક’ જ હશે

રાજકોટ: આવતીકાલે જયારે અયોધ્યામાં ઐતિહાસિક રામમંદિર શિલાન્યાસ યોજાવાનો છે અને હાલ ઉતરપ્રદેશમાં રામજન્મભૂમિ શહેર રામમય બની ગયુ છે તે સમયે પ્રથમ વખત આ ઉજવણીમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ કે ભાજપ દ્વારા લોકોને તેમના નિવાસે પણ દીપ પ્રાગટય અને તેવા આયોજનો અંગે અપીલ નહી કરાતા આશ્ર્ચર્ય સર્જાયુ છે. જો કે ભાજપે એક આદેશ આપીને પક્ષના તમામ કાર્યાલયોને શણગારવા માટે સૂચના આપી દેવાઈ છે અને કાલે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય રામમય બની જશે.

જો કે આ આયોજનમાં કોરોનાનું વિધ્ન લાગી ગયું છે અને તેથી સમગ્ર કાર્યક્રમ મોદી આસપાસ જ કેન્દ્રીત રહેશે. ભાજપના બે ટોચના રાષ્ટ્રીય નેતા શ્રી એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષી ને ‘ઉમર’ ના કારણે તેઓ હાજર રહી શકશે નહી અને રામમંદિર ચળવળના વિહિપના ચહેરા સ્વ. અશોક સિંધલના પરિવારને યજમાન તરીકે આમંત્રણ અપાયું છે પણ રામમંદિર ચળવળમાં પોતાની ગાદી ગુમાવનાર કલ્યાણસિંઘને આ આયોજનમાં સાવધાની ‘મનાઈ’ છે. જેઓ બાબરી કાંડના આરોપી છે.

જો કે ભાજપે કાર્યાલય શણગારવા સિવાય કોઈ આયોજન કર્યુ નથી. ભાજપ શાસનના એક પણ મુખ્યમંત્રીઓને આમંત્રણ નથી. હવે કોરોનાના કારણે અમીત શાહ પણ હાજર નહી રહે. જો કે જઓને ‘ઉમર’નો બાધ છે તો મંચ પર મોટાભાગના ઉમરલાયક જ હશે તે નિશ્ર્ચિત છે. અડવાણી વિ. બાબરી કાંડના આરોપી હોવાથી સંભવ છે તેઓને વિવાદાસ્પદ સ્થળે જવાની મનાઈ હોઈ શકે છે. અહી મસ્જીદ હતી અને તે તોડી પાડીને મંદિર બનાવાયુ છે તેવો આક્ષેપ છે અને તે અંગેનો કેસ છે અને તેથી પુરાવાના નાશના સ્થળે આરોપીઓ હોય તો તેમનો કેસ નબળો બની શકે છે.

ભાજપના સૂત્રો કહે છે કે આગામી સમયમાં ઉતરપ્રદેશમાં ધારાસભા ચૂંટણીઓ આવશે અને તે સમયે રામમંદિર નિર્માણ એક મુદો હશે. મંદિર લગભગ તૈયાર થઈ ગયુ હતું અને તેથી હાલ મોદી શો કરીને રામમંદિર નિર્માણના મુખ્ય આર્કીટેકટ તરીકે નરેન્દ્ર મોદીને ઉપસાવવાની પણ ભાજપની ચાલ હોય રામમંદિર ચળવળના મોટાભાગના નેતાઓ લગભગ નિવૃત થઈ ગયા છે. મોદી રામમંદિર માટેના સોમનાથ-અયોધ્યા યાત્રામાં સામેલ હતા પરંતુ મુખ્ય પાત્ર ન હતા. ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ગઈકાલે રામમંદિર નિર્માણમાં મોદીનું કોઈ યોગદાન નથી તેવું જાહેર કરીને નવો વિવાદ સર્જયો છે.


Related News

Loading...
Advertisement