મુંબઇ પોલીસે સુશાંતના મૃતદેહના ફોટા કર્યા હતા અપલોડ

04 August 2020 07:01 PM
India
  • મુંબઇ પોલીસે સુશાંતના મૃતદેહના ફોટા કર્યા હતા અપલોડ

‘અમે પહોંચ્યા ત્યારે મૃતદેહ ઉતારી લેવામાં આવ્યો હતો’-એમ્બ્યુલન્સ ડ્રાઇવર

મુંબઇ તા.4
બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના આપઘાત મામલે દરરોજ અવનવા ખુલાસાઓ થઇ રહયા છે. હવે સુશાંતના મૃતદેહને લઇ જનાર એમ્બ્યુલન્સના ડ્રાઇવરે દાવો કર્યો છે કે મુંબઇ પોલીસે સુશાંતના મૃતદેહના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધા હતા. સુશાંતસિંહ રાજપુતનાં મૃતદેહને લઇ જનારા એમ્બ્યુલન્સના ડ્રાઇવરે દાવો કર્યો હતો કે તેને ઇન્ટરનેશનલ નંબરો પરથી ધમકીનાં ફોન આવી રહયા છે.

ડ્રાઇવર શહનવાઝ અબ્દુલ કરીમ જ પોતાના સહકર્મીઓ સાથે સુશાંતનાં ઘરે પહોંચ્યા હતા. અને એમના મૃતદેહને કુપર હોસ્પિટલ લઇ ગયા હતા. હવે શહનવાઝે વધુ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે આ દાવો એક હિડન કેમેરા ઇન્ટરવ્યુમાં કર્યો છે. શહનવાઝે આ વિડીયોમાં જણાવ્યું છે કે જયારે તેઓ પહોંચ્યા ત્યારે સુશાંતસિંહનો મૃતદેહ લટકતી હાલતમાં ન હતો તેને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો.

અને એક સફેદ કપડામાં વિંટાળીને રાખવામાં આવ્યો હતો. આ સિવાય શહનવાઝે અન્ય ચોકાવનારો દાવો કરતાં જણાવ્યુ કે સુશાંતના મૃતદેહના ફોટા મુંબઇ પોલીસના લોકોએ ફેસબુક પર અપલોડ કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યુ કે પહેલા પોલીસ તેમને નાણાવટી હોસ્પિટલે જવાનું કહયું પરંતુ બાદમાં કુપર હોસ્પિટલ લઇને જવાનું કહયું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપુતના મોત પર પ્રશ્નો ઉભા કરવામાં આવી રહયા છે. જો કે મુંબઇ પોલીસના જણાવ્યા મુજબ તેમની તપાસ સમગ્ર રીતે પ્રોફેશનલ છે. પરંતુ સતત તેમની તપાસમાં ઢીલાશ હોવાના આક્ષેપો થઇ રહયા છે. બિહાર પોલીસનાં ડીજીપીએ મુંબઇ પોલીસ પર વ્યવસ્થિત રીતે તપાસ નહી કર્યાના આક્ષેપો લગાવ્યા છે.

આ સિવાય સુશાંતના પિતાએ પણ એક વિડીયો જાહેર કરતા જણાવ્યુ હતું કે તેમણે રપ ફેબ્રુઆરીના રોજ મુંબઇ પોલીસ પાસે પોતાના પુત્રનો જીવ જોખમમાં હોવાની શંકા વ્યકત કરી હતી. પરંતુ પોલીસે કશું જ કર્યુ ન હતુ.


Related News

Loading...
Advertisement