ફીના મામલે સરકાર-શાળાઓ વચ્ચે લાખો વાલીઓ સેન્ડવીચ : છાત્રોના હિતમાં ફી મુદ્દે તત્કાલ નિર્ણય લેવા રજુઆત

04 August 2020 06:36 PM
Rajkot
  • ફીના મામલે સરકાર-શાળાઓ વચ્ચે લાખો વાલીઓ સેન્ડવીચ : છાત્રોના હિતમાં ફી મુદ્દે તત્કાલ નિર્ણય લેવા રજુઆત

રાજકોટ શહેર-જિલ્લા વાલી મહામંડળનું કલેકટરને આવેદન : સરકાર સુપ્રિમમાં જાય તેવી માંગ

રાજકોટ તા.4
કોરોના મહામારીથી અનેક સમસ્યાઓ સર્જાઇ છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્ર વધુ પ્રભાવીત થયું છે. શાળા સંચાલકો ફી લેવા દબાણ-ઉતાવળ કરે છે તો સરકાર વાલીઓની સ્થિતિ સંદર્ભે ફી નહી વસુલાય તેવા નિર્ણય લઇ ચુકી છે. આ સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો, હાઇકોર્ટે પણ આ મુદ્દે સરકાર શાળા સંચાલકો સાથે વાટાઘાટો કરી સુમેળ ભર્યો નિર્ણય કરે તેવો ફેંસલો આપી ચુકી છે.

આ ચુકાદાને પંદર દિવસ થયા છતાં ફી મુદ્દે શાળા સંચાલકો-સરકાર કાંઇ નિર્ણય કરતી નથી. આ સ્થિતિ વચ્ચે શાળા સંચાલકો-સરકાર વચ્ચે વાલીઓ સેન્ડવીચની લાગણી અનુભવી રહ્યાં છે. સરકાર આ મામલે તત્કાલ નિર્ણય કરે તેવી માંગને લઇ રાજકોટ શહેર-જિલ્લા વાલી મહામંડળે આજે જિલ્લા કલેકટર કચેરીએ ઘસી આવી આવેદનપત્ર આપ્યું હતું.

રાજકોટ શહેર જિલ્લા વાલી મંડળે આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે જો સરકાર અને શિક્ષણ વિભાગ નામ. ગુજરાત હાઇકોર્ટે કરેલ હુકમ સામે નામ સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ન્યાય અપાવવા ન માંગતી હોય તો વિદ્યાર્થીઓ અને વાલીઓના વિશાળ હિતમાં વિદ્યાર્થીઓની ખાનગી શાળાઓની ફીઝ સરકારે ભરી આપી વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત આપવી જોઇએ તેવી અમારી માંગણી છે.

ઉપરોકત અમારી માંગણી અને લાગણીને લક્ષમાં લઇ તાત્કાલીક આપશ્રી યોગ્ય નિર્ણય જાહેર કરશો તેવી અમારી અપેક્ષા છે. જો વિદ્યાર્થીઓ અને વાલીઓના વિશાળ હિતમાં સરકારશ્રી અને શિક્ષણ વિભાગ તાત્કાલીક ધોરણે વિદ્યાર્થીઓની ફીઝ સરકાર દ્વારા ભરવા માટે યોગ્ય નિર્ણય જાહેર નહી કરે તો અમારે પુજય ગાંધી ચિંઘ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે.

ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા ચારે માસથી શાળાઓ બંધ હોવાથી શાળાઓમાં અભ્યાસ અર્થે જઇ શકયા નથી. શાળાઓ ઘણા લાંબા સમયથી બંધ હોવાથી ખાનગી શાળાઓએ એટલા સમયની ફીઝ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ન માંગવી જોઇએ. આમ છતાં ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ફીઝની કડક ઉઘરાણી કરવામાં આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને વાલી મંડળો દ્વારા આ બાબતે શિક્ષણમંત્રીને કલેકટરશ્રી તથા જિલ્લા શિક્ષણાધિકારીને શાળાઓ બંધ રહી હોય એટલા સમયની ફીઝ માફ કરવા ઘટતું કરવા અરજી અને આવેદનપત્ર આપીને માંગણી કરવામાં આવેલ.

ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરેલ હાઇકોર્ટે શાળાઓ બંધ રહી હોય એટલા સમયની ફીઝ વસુલ ન કરવા સરકાર અને ખાનગી શાળાઓને આદેશ આપેલ. જે આદેશના પગલે મોડે મોડે શિક્ષણ વિભાગે શાળાઓ બંધ રહે એટલા સમયની ફીઝ વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે નહી તેવો પરિપત્ર બહાર પાડતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં યોગ્ય ન્યાય મળ્યાની આનંદની લાગણી થયેલ.

જેટલો સમય ખાનગી શાળાઓ બંધ રહે એટલા સમયની ફીઝ વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે નહી તેવા સરકારના પરિપત્ર સામે શાળા સંચાલકોએ હાઇકોર્ટમાં અરજી કરતાં હાઇકોર્ટે સરકારે બહાર પાડેલ પરિપત્ર રદ કરેલ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ફીઝ ભરવી જ પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જેથી અમારી માાંગણી છે કે સરકારે અને ખાસ કરીને શિક્ષણ વિભાગે હાઇકોર્ટના આદેશ સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં તાત્કાલીક ધોરણે કાનૂની કાર્યવાહી કરવી જોઇએ અને શાળાઓ બંધ રહે એટલા સમયની ફીઝ વિદ્યાર્થીઓએ ભરવાની રહે નહી તેવી ન્યાયોચિત હુકમ થાય તે માટે યોગ્ય પગલા ભરવા જોઇએ.
શિક્ષણમંત્રીએ જાહેર કરેલ છે કે સરકાર હાઇકોર્ટે કરેલ હુકમ સામે સુપ્રિમ કોર્ટમાં જશે નહીં આવુ શા માટે?!


Related News

Loading...
Advertisement