કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

04 August 2020 06:12 PM
Rajkot Gujarat
  • કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

રિપોર્ટ નેગેટિવ આવતા બાવળિયા કવોરન્ટાઇનમાંથી બહાર આવ્યા

રાજકોટ તા.4: રાજય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ગાંધીનગર ખાતે પશુપાલન વિભાગના અધિકારીઓની મીટીંગ યોજાઇ હતી. જેમાં એક મહિલા અધિકારી હાજર હતા. આ મહિલા અધિકારી કોરોના પોઝીટીવ હતા.સ જેના કારણે મંત્રી કુંવરજીભાઇ કવોરન્ટાઇન થઇ ગયા હતા. બાદમાં કુંવરજીભાઇએ કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જેના કારણે તેઓ કવોરન્ટાઇનમાંથી બહાર આવ્યા છે.


Related News

Loading...
Advertisement