કાલે સૌરાષ્ટ્ર યુનિ.ની સિન્ડીકેટ : અઘ્યાપકોની ચેમ્બરમાં સીસીટીવી કેમેરાના મામલે લેવાશે નિર્ણય

04 August 2020 05:28 PM
Rajkot Saurashtra
  • કાલે સૌરાષ્ટ્ર યુનિ.ની સિન્ડીકેટ : અઘ્યાપકોની ચેમ્બરમાં સીસીટીવી કેમેરાના મામલે લેવાશે નિર્ણય

અર્થશાસ્ત્ર ભવનના સસ્પેન્ડ કરાયેલા રાકેશ જોષી પ્રકરણમાં કરાયેલ તપાસનો રિપોર્ટ પણ રજૂ થશે

રાજકોટ તા.4
સૌરાષ્ટ્ર યુનિ.ની સિન્ડીકેટની ખાસ બેઠક આવતીકાલે તા.પને બુધવારે બપોરના 3 કલાકે આયોજીત કરવામાં આવેલ છે. આ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવનાર છે.

જેમાં ખાસ કરીને વિદ્યાર્થીની સતામણીની ઘટનામાં યુનિ.ના અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર રાકેશ જોશીને સસ્પેન્ડ કરાયા બાદ આ પ્રકરણમાં નિવૃત જજ એ.પી.ત્રિવેદીએ તપાસ પૂર્ણ કરી દીધી હોય તેનો તપાસ રિપોર્ટ આવતીકાલની સિન્ડીકેટમાં મૂકવામાં આવેલ છે.

આ ઉપરાંત શારીરીક શિક્ષણ ભવનના કોન્ટ્રાકટ બેઇઝ અઘ્યાપક વિક્રમ વંંકાણી, ઝાલા સહિતના ત્રણ કર્મચારીઓને વિદ્યાર્થીનીને ત્રાસ આપવાના મામલે યુનિ. દ્વારા સસ્પેન્ડ કરાયેલ છે. જેનો તપાસ રિપોર્ટ પણ સિન્ડીકેટમાં મૂકવામાં આવેલ હોય આ મામલે પણ ચર્ચા-વિચારણા કરી નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અઘ્યાપકોની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા રાખવા સામે અગાઉ સૌરાષ્ટ્ર યુનિ. ટીચર્સ એસો. (સુટા)એ વિરોધ નોંધાયેલ હોય આ મુદ્દે પણ નિર્ણય લેવાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની નવી શિક્ષણનીતિ અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવનાર છે.


Related News

Loading...
Advertisement