કોંગ્રેસના નેતાઓને ટવીટર યુધ્ધ બંધ કરવા આદેશ

04 August 2020 05:22 PM
India Politics
  • કોંગ્રેસના નેતાઓને ટવીટર યુધ્ધ બંધ કરવા આદેશ

કોંગ્રેસ પક્ષમાં એક તરફ યુવા અને પીઢ નેતાઓ વચ્ચેની ટકક્ર છે તો બંને તરફથી જે રીતે ટવીટ થઇ રહ્યા છે તેની સામે પક્ષે તમામ નેતાઓને પક્ષની આંતરિક બાબત કે એકબીજા સામેના પ્રશ્ર્નોમાં ટવીટર કે કોઇ સોશિયલ મીડિયાનો આશરો નહીં લેવા જણાવ્યું છે. કોંગ્રેસના કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટના રણદીપ સુરજેવાલાએ પક્ષના તમામ નેતાઓને આ સલાહ આપી હતી. હાલમાં જ સિનિયર નેતા દિગ્વીજયસિંહે ટવીટ કરીને પક્ષના યુવા નેતા રાહુલ ગાંધીને જે સલાહ આપી હતી તેનો વિવાદ સર્જાયો હતો. દિગ્વીજયસિંહે રાહુલને દેશની યાત્રા કરવા અને લોકો સાથે સંપર્ક બનાવવા સલાહ આપી હતી. આમ પક્ષના જ લોકોથી દૂર છે તેવી છાપ બની હતી અને રાહુલ કેમ્પને તેનો જવાબ આપવાની ફરજ પડી ત્યારબાદ કોંગ્રેસના નેતાઓને આ સલાહ મળી છે.


Related News

Loading...
Advertisement