કોપીકેસમાં અપીલમાં ગયેલા રાજકોટ સહિત રાજયના ધો.10-12ના 109 વિદ્યાર્થીઓની ઓનલાઇન સુનાવણી

04 August 2020 05:21 PM
Ahmedabad Rajkot Saurashtra
  • કોપીકેસમાં અપીલમાં ગયેલા રાજકોટ સહિત રાજયના ધો.10-12ના 109 વિદ્યાર્થીઓની ઓનલાઇન સુનાવણી

ગાંધીનગરમાં બે દિવસ શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક : રાજકોટ શહેર-જિલ્લાના 11 છાત્રોના કરણસિંહજી હાઇસ્કૂલના એસએસએ સેન્ટર ખાતેથી હિયરીંગ

રાજકોટ તા.4
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2020માં લેવાયેલ ધો.10 તેમજ ધો.12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના સીસીટીવી ફૂટેજ આધારીત ગેરરીતિ તેમજ પરીક્ષા સ્થળ પર થયેલા વિદ્યાર્થીઓના કોપીકેસમાં જિલ્લાની નિયત કરેલી સમિતિ દ્વારા વિદ્યાર્થીઓની રૂબરૂ સુનાવણી કરી વિદ્યાર્થીઓને શિક્ષા અંગેનો નિર્ણય કરવામાં આવેલ હતો.

જિલ્લાની સમિતિએ કરેલ નિર્ણય સામે નારાજ થયેલા ધો.10ના 69, ધો.12 સામાન્ય પ્રવાહના 33 અને વિજ્ઞાન પ્રવાહના 7 મળી રાજકોટ સહિત રાજયના 109 વિદ્યાર્થીઓએ બોર્ડની ગાંધીનગરની કચેરી ખાતે અપીલ અરજી કરી હતી.

તેઓની જિલ્લાકક્ષાએ આજથી ઓનલાઇન સુનાવણી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના ગેરરીતિ કેસમાં મળેલ અપીલ અરજી બાબતે નિર્ણય કરવા આજથી બે દિવસ પરીક્ષા સમિતિની બેઠક ડો.પ્રિયવદન કોરાટ સહિતના બોર્ડની પરીક્ષા સમિતિના સદસ્યોની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હોય જેમાં વિદ્યાર્થીઓની આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

જેમાં રાજકોટની કરણસિંહજી હાઇસ્કૂલના એસ.એસ.એ ખાતેથી રાજકોટ શહેર-જિલ્લાના 11 છાત્રોએ આ ઓનલાઇન હિયરીંગમાં ભાગ લીધો છે.


Related News

Loading...
Advertisement