રાપરના કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આઠેરિયાના પતિ કોરોના પોઝીટીવ

04 August 2020 05:09 PM
Ahmedabad Gujarat
  • રાપરના કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આઠેરિયાના પતિ કોરોના પોઝીટીવ

ગુજરાતમાં વધુ એક ધારાસભ્યના ઘરે કોરોનાની પધરામણી થઇ છે. કચ્છના રાપરના ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુભાઈ કોરોના પોઝીટીવ જાહેર થયા છે અને તેથી તેમને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને ખુદ ધારાસભ્ય ક્વોરેન્ટાઈન થઇ ગયા છે અને તેઓ પોતાનો ટેસ્ટ પણ કરાવશે. 2017માં સંતોકબેને ભાજપના પંકજ મહેતાને હરાવ્યા હતાં. ભચુભાઈએ ગઇકાલે કોરોના રિપોર્ટ કરાવ્યો અને તે પોઝીટીવ આવ્યો હતો તેથી હવે ખુદ ક્વોરેન્ટાઈન થઇ ગયાં છે.


Related News

Loading...
Advertisement