ગુજરાતમાં કોરોના સામે નિર્ણાયક ઘાની તૈયારી : છેક તાલુકા કક્ષાએ રેપીડ રિસ્પોન્સ ટીમ કાર્યરત થશે

04 August 2020 05:05 PM
Ahmedabad Gujarat Rajkot
  • ગુજરાતમાં કોરોના સામે નિર્ણાયક ઘાની તૈયારી : છેક તાલુકા કક્ષાએ રેપીડ રિસ્પોન્સ ટીમ કાર્યરત થશે

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા તે સામાજિક સંક્રમણમાં ન બદલે તે જોવા આયોજન : રાજ્ય સરકારનો પરિપત્ર : રેપીડ એક્શન ટીમ છેક તાલુકા અને ગ્રામીણ ઉપરાંત વોર્ડ કક્ષાએ કોરોના સંક્રમણની એક-એક ચાલ પારખશે : કલસ્ટર અને કન્ટેનમેન્ટ ઝોનમાં ખાસ નજર રાખી કોરોના દર્દી બહાર ન જાય તે જોવાશે : કોરોનાનું સંક્રમણ ઘાતક બને તેવા અન્ય રોગોને કેમ હાલ કંટ્રોલમાં રાખવા તે પણ જોવાશે : દર સપ્તાહે તાલુકા અને જિલ્લા કક્ષાનો રિપોર્ટ : સંભવિત વધી શકતા કેસની સામે તબીબી સુવિધા-બેડ વગેરેની આગોતરી તૈયારીની ભલામણ કરશે : છ કમિટી રચાઈ

ગાંધીનગર,તા. 4
ગુજરાતમાં એક તરફ કોરોના સંક્રમણમાં અમદાવાદ અને સુરત જેવા મહાનગરો ધીમે ધીમે પોઝીટીવ કેસમાં રાહત દેખાડી રહ્યા છે પરંતુ રાજ્યના અન્ય વિસ્તારોમાં કોરોના કેસ વધી રહ્યા છે અને તેથીમાં હાલ કોઇ બહારના લોકો ગુજરાતમાં આવતા હોય અથવા તો વિદેશથી આવેલા લોકો એ અગાઉ જેમ ગુજરાતમાં સંક્રમણ ફેલાવ્યું હતું તેવી સ્થિતિ નથી તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને હવે સામાજિક સંક્રમણની સ્થિતિ બની રહી હોવાની શક્યતાને નિવારવા આગોતરા આયોજન સાથે અને કોરોના ઉપર હવે નિર્ણાયક ઘા કરવા તૈયારી કરવામાં આવી રહી હોવાના સંકેત છે.

ધ ફર્સ્ટ ઇન્ડીયા અખબારમાં ગાંધીનગરથી હરેશ ઝાલાના રિપોર્ટ મુજબ તા. 29 જુલાઈના રોજ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો હતો અને તેમાં છેક ગ્રામીણ અને વોર્ડ સ્તરે કોરોના સંક્રમણની ચિંતા કરવા માટે જણાવાયું છે. આ સરક્યુલરમાં કહેવાયું છે કે કોરોનાનું સંક્રમણને કંટ્રોલ કરવા માટે હવે મહામારી સંદર્ભનો અભ્યાસ જરુરી છે. અને તેમાં કોમ્યુનિટી મેડીસીન નિષ્ણાંતો એટલે કે સામૂહિક રોગચાળા સમયે જે તબીબો અને અન્ય નિષ્ણાંતોને સામેલ કરવામાં આવે છે તેઓને હાલની તકે સરકારે સાથે રાખવા જરુરી બને છે.

જેમાં કોમ્યુનિટી મેડીસીનનો અર્થ એવો કરવામાં આવ્યો છે કે જેમાં આરોગ્ય સંબંધી સમસ્યાઓ કે જે સામૂહિક રીતે લાગુ પડતી હોય તે સંદર્ભમાં આ પ્રકારનો અભ્યાસ થાય છે. જેમાં લોકલ હેલ્થ ઇસ્યુને પણ સમાવી લેવાય છે. કોરોનામાં આ પ્રકારના તબીબી મુદ્દાઓ કે જેના કારણે સંક્રમણની શક્યતા વધે છે તે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. રાજ્ય સરકારના આ સરક્યુલરમાં મ્યુનિ. કોર્પોરેશન સ્તરે રેપીડ રિસ્પોન્સ ટીમને વધુ સારી કામગીરી કરવા જણાવાશે અને આ ટીમની સંખ્યા પણ વધારાશે. ઉપરાંત
તેમાં બે પ્રોફેશનલ અને જરુર પડે તો માઈક્રો બાયોલોજીસ્ટને પણ મેડીસીન એક્સપર્ટ તરીકે સામેલ કરવામાં આવશે.

આ ટીમની કામગીરી અને જવાબદારી આરોગ્ય સચિવના ડેટાનું એનાલીસીસ કરી અને સ્થાનિક સ્તરે વહીવટી તંત્રને સલાહ આપવાનું રહેશે અને આ ટીમ નવા કલ્સ્ટર ક્ધટેનમેન્ટ ઝોનમાં અભ્યાસ કરીને તેનો રિપોર્ટ સરકારને આપશે તથા તેમાં ભલામણ પણ કરશે અને તેમાં કોઇ એક ગ્રુપમાં વધુ કેસ બને તો તે અંગે સજાગ કરશે. આ ઉપરાંત આ ટીમ લોકલઇસ્યુ કેજ્યાં ચોક્કસ પ્રકારની બિમારી વધુ હોય તેને હાલ કઇ રીતે કંટ્રોલમાં રાખવી તે પણ જોશે અને દર સપ્તાહે તાલુકા તથા જિલ્લાના રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપશે.

આ ઉપરાંત રેપીડ એકશન ટીમનું વધારે કામગીરી કોરોનાથી વધુ કેટલા લોકો સંક્રમીત થઇ શકે છે તે પણ એનાલીસ કરવાનું રહેશે અને તે પ્રમાણે હોસ્પિટલ અને અન્ય સુવિધાની ઉપલબ્ધતા પણ ચકાસવાની રહેશે. ઉપરાંત માઈક્રો બાયોલોજીસ્ટની સહાયથી હોસ્પિટલ અને અન્ય સ્થળો કે જ્યાં કોરોનાના દર્દી આવતા હોય ત્યાં સંક્રમણ કેમ ખાળવું તે પણ ચિંતા કરશે. રાજ્ય સરકારે આ ઉપરાંત કોર કમિટી, પબ્લીસીટી કમિટી, કોન્ટેક્ટ ટ્રેસીંગ કમિટી,ડેટા એનાલીસ્ટ અને રિપોર્ટ કમિટી, ક્વોરેન્ટાઈન કમિટી, સેનેટાઈઝર અને અન્ય વ્યવસ્થાની કમિટી તથા સોશ્યલ ડીસ્ટન્સ, ફેસમાસ્ક વગેરેના અમલ માટે પણ ખાસ કમિટી બનાવવાની તૈયારી કરી છે.


Related News

Loading...
Advertisement