સુરત : બારડોલીના ભાજપ કોર્પોરેટર બાલકૃષ્ણ ઉર્ફે ભાનાભાઇનું કોરોનામાં મોત

04 August 2020 04:50 PM
Surat Politics
  • સુરત : બારડોલીના ભાજપ કોર્પોરેટર બાલકૃષ્ણ ઉર્ફે ભાનાભાઇનું કોરોનામાં મોત

સુરત તા.4
કોરોનાએ વધુ એક કોર્પોરેટરનો ભોગ લીધો. સુરતના બારડોલીના કોર્પોરેટરનું કોરોનામાં મોત થયુ છે. બાલકૃષ્ણ ઉર્ફે ભાનાભાઇનુ આજ રોજ કોરોનામાં મોત થયેલ છે. તેઓ છેલ્લા પાંચ દિવસથી હોસ્પિટલમાં સારવાર લઇ રહયા હતા.સ અને આજ રોજ મોત નિપજયુ છે.

સુરત નગરપાલીકા વોર્ડ નં 1 ના ભાજપ કોર્પોરેટર બાલકૃષ્ણ ઉર્ફે ભાનાભાઇનુ કોરોનાના કારણે મોત થયુ છે. છેલ્લા પાંચ દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહયા હતા. તેઓની તબીયત વધુ લથડતા આજ રોજ મોત થયુ હતુ. તેઓ ભાજપ કોર્પોરેટરની સાથે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન પણ હતા.


Related News

Loading...
Advertisement