સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 228 પોઝિટીવ કેસ

04 August 2020 04:47 PM
Jamnagar Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 228 પોઝિટીવ કેસ

રાજકોટ-85, ભાવનગર-47, સુરેન્દ્રનગર-13, જુનાગઢ-17, અમરેલી-15, મોરબી-14, જામનગર-12, બોટાદ-16, ગીર સોમનાથ-5, દ્વારકા-4 પોઝિટીવ કેસ નોંધાયા : સંક્રમણમાં સતત વધારો

રાજકોટ તા.4
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટીવ કેસોમાં વધારા સાથે હજુ સંક્રમણ પણ વધી રહયુ છે.જુદા જુદા જિલ્લાઓમાં કાર્યરત કોવિડ સેન્ટરમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારા સાથે મૃત્યુ આંક પણ વધી રહયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં વધુ 228 કેસ નોંધાયા છે.

રાજકોટ
રાજકોટ જિલ્લામાં અવિરત કોરોના પોઝિટીવ કેસોમાં સતત વધારો થઇ રહયો છે. ગઇકાલે રાજકોટ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના કુલ નવા 85 પોઝિટીવ કેસ નોંધાયા હતા. આજના રાજકોટ શહેર વધુ 34 કેસ સાથે કુલ પોઝિટીવ આંક 1413 પર પહોંચ્યો છે.

જુનાગઢ
જુનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ નવા 17 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અત્યાર સુધીમાં જુનાગઢ શહેર 534 અને જિલ્લાનો કુલ પોઝિટીવ આંક 921 પર પહોંચ્યો છે. હાલ 191 દર્દીઓ સારવાર હેઠળ છે.

સુરેન્દ્રનગર
ગઇકાલે પણ છેલ્લા 24 કલાકમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોના થઇને માત્ર 13 નવા પોઝિટીવ કેસો નોંધાયા છે.તે સુરેન્દ્રનગર જિલ્લા માટે એક સારા સમાચાર ગણી શકાય તેમ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 13 કોરોનાવાયરસના પોઝિટીવ કેસો નોંધાતા જિલ્લામાં અત્યાર સુધીમાં 943 કોરોનાવાયરસ ના પોઝિટીવ કેસો નોંધાવા પામ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના બે લોકોના કોરોનાના કારણે રાજકોટ ખાતે મોત નિપજયા... છેલ્લા બે દિવસમાં છ લોકોના જિલ્લામાં મોત નિપજતા હાહાકાર.....સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલ બે દર્દીઓના કોરોનાના પગલે મોત નિપજયા છે.

જામનગર
જામનગર જિલ્લામાં ગઇકાલે વધુ 12 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં જામનગર શહેરમાં પાંચ અને ગ્રામ્ય તાલુકાના 7 મળી વધુ 12 પોઝિટીવ કેસ નોંધાયા હતા. ગઇકાલે કોવિડ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત થયા હતા.

જામનગર શહેરમાં કુલ પોઝિટીવ આંક 597 થયો છે. સાથે 38 મોત થયા છે. પરંતુ સતાવાળાઓએ માત્ર 8 મોત જાહેર કર્યા છે. જયારે ગ્રામ્ય તાલુકા વિસ્તારનો આંક 184 સાથે 12 દર્દીના મોત થયા છે. સતાવાળાઓએ 6 મોત જાહેર કર્યા છે.

ભાવનગર
ભાવનગર જિલ્લામા 47 નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 1566 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 19 પુરૂષ અને 8 સ્ત્રી કુલ 27 કેસો નોંધાયા છે. આમ જિલ્લામા નોંધાયેલા 1566 કેસ પૈકી હાલ 434 દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ 1096 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 29 દર્દીઓનુ અવસાન થયેલ છે.

મોરબી
મોરબી જીલ્લામાં કોરોનાએ વધુ ત્રણનો ભોગ લીધો નવા 14 કેસ સાથે કુલ કેસ 383 થયા. ગઇકાલે મોરબી જિલ્લાની અંદર ત્રણ કોરોના ગ્રસ્ત દર્દીઓના મોત થયા છે અને નવા 14 કેસ નોંધાયા છે. એટલે કે હવે જીલ્લાની અંદર કુલ મળીને 383 કેસ કોરોના નોંધાયા છે અને હજુ પણ પૂર્વના કેસની સંખ્યામાં આગામી દિવસોમાં વધારો થાય તેવી શકયતાઓ અધિકારી સુત્રો અને આરોગ્ય વિભાગ વ્યકત કરે છે.

અમરેલી
અમરેલી જિલ્લામાં ગઇકાલે કોરોનાના વધુ 15 કેસ સામે આવ્યા છે. જિલ્લામાં કોરોનાનો આંક 495 સુધી પહોંચી ગયો છે. જો કે 305 દર્દીઓએ કોરોનાને પરાજિત પણ કર્યો છે. જિલ્લામાં કોરોનાના દર્દીઓના મોતના આંકમાં 10 થી 15 દિવસમાં કોઇ વધારો થયો નથી. કુલ પોઝિટીવ આંક 495 પર પહોંચ્યો છે.

દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વધુ 4 પોઝિટીવ કેસ નોંધાયા છે. 4 દર્દી ખંભાળિયા સિવિલ કોવિડ કેરમાં સારવારમાં દાખલ કરાયા છે. જિલ્લાનો કુલ પોઝિટીવ આંક 93 પર પહોંચ્યો છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લામાં ગઇકાલે ફકત પાંચ જ કોરોના પોઝિટીવ કેસો આવેલ છે. અને એક દર્દીનું મૃત્યુ નિપજેલ છે. જયારે 16 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપી દેવામાં આવેલ છે. 24 કલાકમાં જીલ્લાના બે તાલુકામાંથી પાંચ જેટલા પોઝિટીવ કેસો સામે આવેલ છે. જેમાં વેરાવળમાંથી 1, તાલાલા 4 કોરોના પોઝિટીવ દર્દીઓ આવેલ છે. જયારે કોડીનારની 8પ વર્ષીય મહિલાનું સારવાર દરમ્યાન શંકાસ્પદ મૃત્યુ નિપજેલ છે.

અમરેલી જિલ્લામાં આજે વધુ નવા 9 પોઝિટીવ કેસ
અમરેલી જિલ્લામાં ગઇકાલે 15 પોઝિટીવ કેસ બાદ આજે તા.4 ને મંગળવારે વધુ 9 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અમરેલી શહેર-6 અને અન્ય 3 ગ્રામીણ વિસ્તારમાં નોંધાયા છે.


Related News

Loading...
Advertisement