લેને કે દેને પડ ગયે: વર્ચ્યુલ સુનાવણી ટાળવા માંગતી કંપનીને 10000નો દંડ કરતી હાઈકોર્ટ

04 August 2020 03:36 PM
Ahmedabad Gujarat
  • લેને કે દેને પડ ગયે: વર્ચ્યુલ સુનાવણી ટાળવા માંગતી કંપનીને 10000નો દંડ કરતી હાઈકોર્ટ

રૂબરૂ સુનાવણીનો આગ્રહ વિલંબ કરવાનો હોય તેવું લાગે છે: ટકોર

અમદાવાદ તા.4
વર્ચ્યુલ કોર્ટ સુનાવણી માટે અનિચ્છા દર્શાવી જયારે રૂબરૂ કાર્યવાહી શરુ થાય ત્યારે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ સમક્ષ સુનાવણીમાં જોડાવા પરવાનગી માંગનાર એક કંપનીને ગુજરાત હાઈકોર્ટે 10000નો દંડ કર્યો છે.

કોવિડ 19 સંજોગોમાં કોર્ટો અને ટ્રીબ્યુનલોનું કામકાજ વિડીયો કોન્ફરન્સીંગથી ચાલી રહ્યું છે ત્યારે જસ્ટીસ ઉમેશ ત્રિવેદીએ કાર્ગો મુવર્સ પ્રાઈવેટ લિમીટેડને દંડ કરતા જણાવ્યું હતું કે રૂબરૂ સુનાવણીનો કંપનીનો આગ્રહ સુનાવણી વિલંબમાં મુકવાનો હોય તેવું લાગે છે.

આ કેસમાં નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલે એનસીએસટીને સુનાવણી ઝડપી બનાવવા આદેશ કર્યો હતો. એ મુજબ એનસીએસટીએ 27 જુલાઈએ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા સુનાવણી ઝડપી બનાવવા નિર્ણય કર્યો હતો.

આ કેસના એક પક્ષકાર સોનુ કાર્ગોએ ગત સપ્તાહે હાઈકોર્ટમાં ધા નાખી એનસીએસટી દ્વારા સુનાવણી માટે માન્ય વેબ પ્લેટફોર્મ સિસ્કો વેબેકસ અનુકુળ નથી અને કયારેક સતાવાળાઓ દ્વારા કયારેક વકીલોને સુનાવણીમાંથી બાકાત રાખવા મુંગા (મ્યુટ) કરી દેવાય છે અને કયારેક પ્લેટફોર્મ સાથે કનેકટ થવાનું મુશ્કેલ બને છે. એથી રૂબરૂ સુનાવણી ન થાય ત્યાં સુધી કેસ મુલત્વી રાખવો જોઈએ.


Related News

Loading...
Advertisement