સુશાંતના પરિવારે કયારેય FRI દાખલ કરાવવામાં રસ નહોતો દાખવ્યો : મુંબઇ પોલીસ

04 August 2020 02:48 PM
Entertainment India
  • સુશાંતના પરિવારે કયારેય FRI દાખલ કરાવવામાં રસ નહોતો દાખવ્યો : મુંબઇ પોલીસ

સુશાંત સિંહ આપઘાત પ્રકરણમાં બિહાર પોલીસે મોરચો માંડયો છે ત્યારે મુંબઇના પોલીસ કમિશ્નરનો ખુલાસો : અભિનેતાના ખાતામાં ફંડ ટ્રાન્સફરમાં છેતરપિંડી નથી જોવા મળી

મુંબઇ તા.4
બોલીવુડ એકટર સુશાંતસિંહ રાજપુત સુસાઇડ કેસમાં છેલ્લા કેટલાક દિવસથી બિહાર અને મુંબઇ પોલીસ આમને સામને આવી ગઇ છે. આ મામલામાં બિહાર પોલીસે એવો સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે, મુંબઇ પોલીસ આરોપીની ભાષા બોલી રહી છે.

બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેનો આક્ષેપ છે કે આરોપી રિયા ચક્રવર્તી અને મુંબઇ પોલીસ બન્નેની માંગણી છે કે આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો કેસ પટનાથી મુંબઇ ટ્રાન્ફર કરવામાં આવે. સામે પક્ષે મુંબઇ પોલીસ કમિશ્નર પરમ બીર સિંઘે જણાવ્યું હતું કે રિયા ચક્રવર્તી કે તેના પરિવારનો ફંડ ટ્રાન્સફરમાં કોઇ છેતરપિંડી તપાસમાં નથી જોવા મળી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલીક ફિકસ ડિપોઝીટની સાથે સુશાંતના ખાતામાં રૂ.4-પ કરોડ જોવા મળ્યા છે. તેના સીએનું નિવેદન અમે નોંધ્યું છે અને તેમાં અમને ફંડમાં કોઇ અયોગ્યતા જોવા નથી મળી.

મુંબઇ પોલીસ કમિશ્નરે એવા આક્ષેપોને પણ નકાર્યા હતા કે સુશાંતના ફલેટમાં તા. 13-14 મી જુને પાર્ટી થઇ હતી. અમે સીસીટીવી ફુટેજ તપાસ્યા તેમા પાર્ટીના કોઇ પુરાવા નથી મળ્યા કે આ પાર્ટીમાં કોઇ રાજકારણી પણ આવ્યા હોવાના પુરવા નથી મળ્યા.

કમિશનરે એમ પણ જણાવ્યુ હતું કે, સુશાંતના પિતા, બહેનો અને બનેવી ઓ.પી. સિંહના નિવેદનો રેકોર્ડ કર્યા હતા. ત્યારે તેમણે તપાસમાં ખામી બાબતે કોઇ શંકા કે ફરિયાદ નહોતી કરી.

દરમિયાન રાજકારણમાં હોટ ઇસ્યુ બનેલા આ પ્રકરણમાં વિપક્ષોએ રાજય સરકારના યુવા મંત્રીને સંડોવતા શિવસેનાના મંત્રી સંજય રાઉતે વિપક્ષો પર પ્રહાર કરતા કહયું હતું કે તેઓએ (ભાજપે) તે મંત્રીનું નામ જાહેર કરવા આગળ આવવું જોઇએ. અન્યથા હવામાં ગોળીબાર કરવાનું બંધ કરવું જોઇએ.


Related News

Loading...
Advertisement