સુશાંતસિંહના તમામ કર્મીઓનું એકબીજાથી અલગ પડતું નિવેદન!

04 August 2020 11:48 AM
Entertainment India
  • સુશાંતસિંહના તમામ કર્મીઓનું એકબીજાથી અલગ પડતું નિવેદન!

સૌથી પહેલાં સુશાંતનો મૃતદેહ કોણે જોયો તેની માહિતી પણ હજુ અસ્પષ્ટ

મુંબઈ તા.4
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં આપઘાતને એક મહિના કરતાં વધુ સમય વિતવા છતાં તેનું કારણ અકબંધ રહ્યું છે. તેમનાં મોતનું કારણ શોધવા પટના પોલીસની એસઆઈટીએ તે તમામ લોકોની પુછપરછ શરુ કરી છે જે છેલ્લી ક્ષણ સુધી સુશાંત રાજપૂત સાથે હતા. બે કુક નિરજ અને કેશવની પુછપરછ શરુ કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેનું નિવેદન અલગ-અલગ આવ્યું છે. જેને પગલે બંનેને શંકાના દાયરામાં લેવામાં આવ્યા છે.

આ સિવાય સુશાંતના સહાયક દીપેશ અને મિત્ર સિદ્ધાર્થ પીઠાણી સાથે ફોન પર વાતચીત થઈ છે. બંનેના જવાબ પણ શંકાસ્પદ જણાયા છે. બંને હજુ સુધી એસઆઈટી સામે નથી આવ્યા. તેથી સિદ્ધાર્થનું 161નું નિવેદન નોંધાઈ શકે છે. એસઆઈટી સામ-સામે સિદ્ધાર્થનું નિવેદન લેવા માંગે છે, જેથી તે રેકોર્ડમાં લઈ શકાય. સૂત્રો અનુસાર, સિદ્ધાર્થ અને દીપેશએ પોલીસને જે વાત જણાવી છે તે કેશવ અને નિરજના નિવેદન સાથે મેચ નથી થઈ રહી. તમામ કર્મીઓ મોટું રહસ્ય છુપાવવા માટે જૂઠાણાનો સહારો લઈ રહ્યા હોય તેવી શકયતા સેવાઈ રહી છે.

સિદ્ધાર્થ પીઠાણી પટના પોલીસની એસઆઈટી સામે નથી આવવા માંગતો સિદ્ધાર્થ મીડિયામાં અનેક વખત આવી ચૂકયો છે. પરંતુ તે નિવેદન આપવા નથી પહોંચ્યો. અત્યાર સુધી સિદ્ધાર્થની ભૂમિકા સૌથી વધુ શંકાસ્પદ રહી છે. સુશાંતના રૂમમાં ગયા પછી સૌથી પહેલાં તેમના મૃતદેહને કોણે જોયો હતો તેની તપાસ પણ ચાલી રહી છે. એક કર્મીએ પોલીસને જણાવ્યું કે સૌથી પહેલાં સિદ્ધાર્થ પીઠાણી રૂમમાં ગયો હતો તો બીજાએ જણાવ્યું કે દિપેશે સુશાંતના મૃતદેહને પહેલા જોયો હતો.

મુંબઈ પોલીસ તપાસ કરી રહી હોય કે પછી પટના પોલીસની એસઆઈટી, સુશાંતસિંહની સાથે તેન એકસ (પુર્વ) મેનેજર દીશા સાલિયાનનાં મોબાઈલની કોલ ડિટેલ્સ તપાસનો મહત્વનો હિસ્સો રહેશે. તપાસમાં પટના એસઆઈટીને સુશાંતના નંબરોની સાથે તેમની સાથે સંકળાયેલા લોકોની યાદી મળી ચૂકી છે. એવામાં તપાસ આગળ વધતા પોલીસ આ નંબરોની વૈજ્ઞાનિક ઢબથી તપાસ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કુક નિરજસિંહ સુશાંતસિંહ સાથે 11 મે 2019થી જોડાયેલો હતો જયારે કુક કેશવ પણ છેલ્લા દોઢ વર્ષથી સંકળાયેલો હતો તો દિપેશ સાવંત હાઉસ કિપીંગ અને કામ કરતો હતો. ચોથુ નામ મિત્ર સિદ્ધાર્થ રામંતમૂર્તિ પિઠાનીનું આવે છે જે આગામી પ્રોજેકટની ચર્ચા માટે ત્યાં ગયો હતો.


Related News

Loading...
Advertisement