રિયા ચક્રવર્તી સાથે યુરોપ ફરીને આવ્યા બાદ સુશાંતની તબિયત ઠીક નહોતી રહેતી : સુશાંતનો કુક નીરજ

04 August 2020 11:34 AM
Entertainment India
  • રિયા ચક્રવર્તી સાથે યુરોપ ફરીને આવ્યા બાદ સુશાંતની તબિયત ઠીક નહોતી રહેતી : સુશાંતનો કુક નીરજ

મુંબઇ : સુશાંતના કુક નીરજે બિહાર પોલીસને જણાવ્યું હતું કે, રિયા ચક્રવર્તી અને સુશાંત યુરોપથી પાછા ફર્યા બાદ તેની તબિયત ઠીક નહોતી રહેતી. 14 જૂને સુશાંતે કરેલી આત્મહત્યાનાં કારણો જાણવા માટે બિહાર પોલીસે અનેક લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં છે. સાથે જ બિહાર પોલીસે સુશાંતની બેન્કની પણ મુલાકાત લીધી હતી અને તેના અકાઉન્ટ દ્વારા જે પણ ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા છે એની માહિતી એકઠી કરી હતી.

બિહાર પોલીસને તેના કુક નીરજે કહયું હતું કે, સુશાંત અને રિયા ચક્રવર્તી 2019ની ઓકટોબરે યુરોપની ટ્રિપ પર ગયાં હતા. એ વખતે તો તે ઠીક હતો. જોકે તેઓ જયારે પાછાં ફર્યા તો તે સ્વસ્થ નહોતો. તે સતત બીમાર જ રહેતો હતો. દિવાળી બાદ તે રિયાના ઘરે રહેવા લાગ્યો હતો બાદમાં તે બાંદરાના ઘરે આવીને રહેવા લાગ્યો હતો.

સુશાંતે જે દિવસે તેની રૂમમાં સુસાઇડ કર્યું હતું એ સમયને યાદ કરતાં નીરજે કહયું હતું કે, સુશાંત રવિવારે સવારે 7 વાગ્યે જાગ્યો હતો અને ઠંડું પાણી માગ્યું હતું. રિયાની સૂચના પ્રમાણે તેની તબિયતને ધ્યાનમાં રાખતાં સુશાંતને ઠંડું પાણી નહોતાં આપતા. તેને પાણી આપ્યું ત્યાર બાદ તે પોતાના બેડરૂમમાં ચાલ્યો ગયો. તેણે જૂસ પણ પીધો હતો. જોકે જયારે તેને લંચનું પૂછવા ગયો તો તેણે બેડરૂમનો દરવાજો ખોલ્યો નહીં. દરવાજો ખોલવા માટે બહારથી બોલાવવા પડયા હતા અને દરવાજો ખોલતાં જ તે અંદર ફાંસી પર જોવા મળ્યો હતો.


Related News

Loading...
Advertisement