સુશાંત છેલ્લે સુધી ગુગલ પર તેના નામ સાથે જોડાયેલા સમાચાર- સ્ટોરી સર્ચ કરતો હતો

03 August 2020 05:08 PM
Entertainment India
  • સુશાંત છેલ્લે સુધી ગુગલ પર તેના નામ સાથે જોડાયેલા સમાચાર- સ્ટોરી સર્ચ કરતો હતો

રાજપૂત ત્રણ માનસિક ચિકિત્સકની સારવાર હેઠળ હતો: અભિનેતાના મોબાઈલ-લેપટોપનું ફોરેન્સીક સર્ચ થયું: અગાઉ આત્મહત્યા કરનાર તેની મેનેજર અંગે પણ સર્ચ કરી હતી

મુંબઈ: બોલીવુડ અભિનેતા સુશાંતસિંઘ રાજપૂતે તેની આત્મહત્યા પુર્વે એક સપ્તાહમાં ગુગલમાં ત્રણ સર્ચ સતત કરી હતી જેમાં તેનું નામ વિવિધ ફીલ્મી સમારોહમાં તેનું નામ કયાં કઈ રીતે ઉલ્લેખ થાય છે તે તેના પુર્વ મેનેજર દિશાએ આત્મહત્યા કરી હતી તેના સમાચાર અને માનસિક બિમારી અંગે પણ સતત સર્ચ કરવા પ્રયાસ કર્યો હતો.

પોલીસ માને છે કે આ મુદો મહત્વનો છે તે માનસિક બિમારી અંગે કંઈક જાણવા માંગતો હતો. સુશાંતના મોબાઈલ તથા લેપટોપનું ફોરેન્સીક સ્ક્રીનીંગ કરીને પછી આ તારણ કાઢવામાં આવ્યો છે અને તા.14 જૂનના આત્મહત્યા પુર્વે પણ તેણે ગુગલ સર્ચમાં તેનું નામ શોધીને તેની સાથે જોડાયેલી સ્ટોરી અને સમાચાર સતત વાચ્યા હતા.

સુશાંતના ખાતામાંથી જે નાણા ટ્રાન્સફર થયા તેમાં તેણે મોટાભાગે જીએસટી પેટે રૂા.2.80 કરોડ ચુકવ્યા હતા. વિવિધ એડ. ફીલ્મ ઈવેન્ટમાં ભાગ લેતા તેણે જે ચાર્જ વસુલ્યો તેના સર્વિસ ટેક્ષ પેટે આ રકમ તેણે સરકારી વિભાગમાં જમા કરાવી હતી.

ઉપરાંત સુશાંતસિંઘ માનસિક બિમારીથી પિડાતો હતો તે તેમાં ત્રણ મનોચીકીત્સક પાસે સારવાર લીધી હતી. પોલીસે આ ત્રણેય તબીબોના નિવેદન નોંધ્યા હતા અને તેઓએ સુશાંતને કઈ દવાઓ આપી હતી તે પણ જાણ્યું હતું. આ માહિતી સુશાંતના એક મિત્રએ આપી હતી. જેમાં તેણે સુશાંત સતત વ્યગ્ર રહેતો હોવાનું જણાવ્યું હતું.
જો કે મુંબઈ પોલીસે તેના પિતાનું નિવેદન નોંધ્યું હતું. જયાં એક તબકકે તેના પિતાએ એવું જણાવ્યું હતું કે તેના પુત્રએ કરેલી આત્મહત્યા માં તેને કોઈ પર શક નથી.


Related News

Loading...
Advertisement