આણંદના કલેકટર આર.જી. ગોહીલે નિવૃત થતા પ્યુનને પોતાની ખુરશીમાં બેસાડીને વિદાયમાન આપ્યું

01 August 2020 06:20 PM
Rajkot
  • આણંદના કલેકટર આર.જી. ગોહીલે નિવૃત થતા પ્યુનને પોતાની ખુરશીમાં બેસાડીને વિદાયમાન આપ્યું

એક સમયે રાજકોટના ડેપ્યુટી કલેક્ટર રહી ચૂકેલ

રાજકોટમાં ડેપ્યુટી કલેકટર તરીકે 1993-94માં ફરજ બજાવી ચૂકેલા હાલ આણંદ જીલ્લામાં કલેકટર તરીકે ફરજ બજાવતા આર.જી.ગોહીલે ગઈકાલ તા.31ના એક પ્રેરક કાર્ય કરીને કર્મચારીનું સન્માન કરેલ છે.
વિગતો એવી છે કે આણંદ કલેકટર કચેરીમાં પ્યુન તરીકે નોકરી કરતાં ફતેહસિંહ મકવાણા ગઈકાલ તા.31ના નિવૃત થયા. તેઓ વર્ષોથી કલેકટર ઓફીસમાં પટ્ટાવાળા તરીકે કાર્યરત હતા. ત્યારે આણંદ કલેકટર આર.જી.ગોહીલે પોતાની ચેમ્બરમાં ફતેહસિંહ ચુડાસમાને હારતોરા કરી પોતાની ચેર પર બેસાડીને સન્માન કર્યું.
આ પળ પ્યુન ફતેહસિંહ ચુડાસમા માટે કેવી રહી હશે?


Related News

Loading...
Advertisement